કલ્યાણિકા/ટિપ્પણ/મનબંધન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:પ્રભુની પ્રીત કલ્યાણિકા
ટિપ્પણ : મનબંધન
અરદેશર ખબરદાર
ટિપ્પણ:ઉરની ભરતી →


મારું મન અત્યંત ચંચળ છે. એને તારા તરફ હું શી રીતે વાળું ? એને તો અનેક વિષયોમાં ભમવાની ટેવ પડી ગઈ છે. ઊંડી ઈન્દ્રજાળ-માયાવી રચના-હોય એવું એ છે. એને હું શી રીતે સ્થિર બનાવું ?

કડી ૬ એને હું લાડ કેમ લડાવું ? ભમતા ઢોરને જેમ ખીલે બાંધી તાળું મારવું પડે છે તેમ એ સત્યંત ચંચળ મનને હું ઈશ્વરરૂપી ખીલે બાંધી ભક્તિરૂપી તાળું મારું તો જ એ તારા તરફ સ્થિરભાવે વળેલું રહેશે.

-૦-