કલ્યાણિકા/ટિપ્પણ/માયાની લગની

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:ઉરની ભરતી કલ્યાણિકા
ટિપ્પણ : માયાની લગની
અરદેશર ખબરદાર
ટિપ્પણ:પડછાયા →


કડી ૧ હે જીવ ! તારું મન માયા વડે આકર્ષાઈ ગયું છે. પણ આ માયામય જગતની આશા ક્યાં લગી કરવી ? માયા એ જ માતા રૂપે ભેદભાવને જન્માવે છે ને પત્નીરૂપે એ જ માયા તને આકર્ષી રહી છે. આખો સંસાર એ માયાની જ ઉત્પત્તિ છે. એવી એ માયા મોહક અને ઠગારી છે.

કડી ૫ - ૬ ફૂલ તરફ ભમરો ખેંચાય છે, પણ આ મનરૂપી ભમરો તો જેની હયાતી જ નથી એવા આકાશપુષ્પમાં બંધાઈ ગયો છે. જૂઠી માયામાં ગૂંચવાઈ ગયો છે. અને દિવસે પણ એને અંધકાર લાગે છે. આત્માનો પરમ પ્રકાશ છતાં તમોગુણને લીધે અજ્ઞાનના તિમિરમાં એ ગોથાં ખાય છે. જ્યારે આત્મ અને અનાત્મનો, અર્થાત્‌ ચેતન ને જડનો, સત્યનો ને અસત્યનો ખરો વિવેક થાય, બંને વચ્ચે રહેલો ભેદ પરખાય, ત્યારે સત્ત્વ રજસ ને તમસ એ ત્રણે ગુણની ઉપાધિ છૂટી નિસ્ત્રૈગુણ્યનો પંથ પકડાય ને પદે પદે મુંઝવતી માયાની ભ્રમણામાંથી છૂટકારો પમાય. જન્મ ને મૃત્યુ વચ્ચેનું આ સંસારમાં દેખાતું જીવન એ તો સમુદ્રના મોજાના ફીણ જેવું તત્ત્વહીન ને જૂઠું છે. મીણબત્તીમાં જે પ્રકાશ દેખાય છે તે જ્યોતિ કંઈ મીણ નથી. તું જેને તારી પોતાની માની રહ્યો છે તે જગતની માયા તો જૂઠી છે.

-૦-