કલ્યાણિકા/ટિપ્પણ/મારે દ્વારે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:વલોણું કલ્યાણિકા
ટિપ્પણ : મારે દ્વારે
અરદેશર ખબરદાર
ટિપ્પણ:સર્વગોચર →


મારો પ્રભુ મારે બારણે આવીને ઊભો છે. હું ગૂંચવાઈ ગયો છું. એ તો સમસ્ત વિશ્વનો સ્વામી છે. હું રંક, કંગાળ છું. હું એને શું આપું ?

કડી ૨ પ્રભુ કહે છે, મેં જ તારી આવી દશા કરી છે. મેં પોતે જ તને કંગાળ બનાવ્યો છે. કારણ કે મને રંકને માટે પ્રેમભાવ છે. આખી દુનિયા સભર ભરેલી દેખાય છે, પણ તારા વિના એ નકામી છે. દુનિયાને તારી પણ જરૂર છે. નાના સરખા પાંદડાંનું અસ્તિત્વ પણ નિષ્પ્રયોજન નથી. તું ભલે કંગાળ હો, તારી દુનિયાને જરૂર છે, એમ ન હોત તો તારી હયાતી જ ન હોત. અને એથી તારે માટે, તને મળવા, તારે દ્વારે હું વારંવાર આવું છું ને ટાઢ, તડકો ને વરસાદ વેઠી તારા બારણા આગળ વાટ જોતો ઊભો રહું છું.

-૦-