કલ્યાણિકા/ટિપ્પણ/માલિકની મહેર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:આત્માનંદ કલ્યાણિકા
ટિપ્પણ : માલિકની મહેર
અરદેશર ખબરદાર
ટિપ્પણ:ભક્તવીરની વાંછા →


હે પ્રભુ, તારી મહેર સર્વ સ્થળે છાઈ રહી છે. એક અણુ માત્ર પણ તારી કૃપા વિનાનું નથી. તારી કૃપાના અમૃત વડે સર્વ કોઈ ખીલી રહ્યું છે.

કડી ૪. જ્યારે આકાશ વાદળાઓથી છવાઈ ઘોર અંધકાર ફેલાઈ રહે છે, ત્યારે પણ સપ્ત રંગે ચમકતું ઈન્દ્રધનુષ્ય પ્રગટી આકાશમાં રંગની રેલ રેલાવી મનુષ્યના હૃદયને આનંદથી ભરી દે છે. તે જ રીતે જ્યારે માથે દુઃખના પહાડ પડે છે ત્યારે તું તારી કૃપા પ્રસારી અમને ફરી આનંદનો ઉપભોગ કરાવે છે. પ્રભુ, તારી કૃપા એવી છે.

કડી ૬ તારી કૃપા, પ્રભુ અનંત છે. એ કદી અટકતી નથી. કરોડો વસ્તુ તું આપ્યો જાય છે. મારી સામે ભલે બ્રહ્માંડો આવીને ઊભાં રહે, તો પણ હું ડરતો નથી, કેમ કે મારી શ્રદ્ધા છે કે તારી બાથ એ બધાંને પહોંચી વળીને વધે એવી છે. તે તું તારી કૃપા વડે મને ઉગારશે.

-૦-