કલ્યાણિકા/ટિપ્પણ/માલિકને દરબાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:અગમની ઓળખ કલ્યાણિકા
ટિપ્પણ : માલિકને દરબાર
અરદેશર ખબરદાર
ટિપ્પણ:સ્વયંપ્રકાશ →


કડી ૩ - ૪ ઈશ્વરને ઢૂંઢતાં ઢૂંઢતાં, વ્રત, તપ, યાત્રા આદિ કરતાં કરતાં મારી આંખ પણ થાકી ગઈ. એના વિષેની વાતો સાંભળતાં મારા કાન બહેરા થયા. અને એના વિષેના જ્ઞાનનો ભાર એવો જબરદસ્ત થઈ ગયો કે તેના બોજા હેઠલ હું કચડાઈ ગયો છું. હવે મારા પગ ચાલી શકે તેમ નથી. ઈશ્વરને પ્રાપ્ત કરવાનાં બાહ્ય સાધનો ઉલટાં ઉપાધિરૂપ થઈ પડ્યાં. મને દિવ્ય સંદેશ સંભળાય છે કે એ બધા બહારના શણગાર તું ફેંકી દે. એ તો અમથો ભાર છે. સૂર્યની વચ્ચે આવનારાં વાદળ જેવાં એ ઉપાધિરૂપ છે. શુદ્ધ સ્નેહભાવે, નિર્મળ ભક્તિ વડે તું ઈશ્વર પાસે આવ. " એ સંદેશ સાંભળી મેં એ ભાર છોડી દીધા છે. બાહ્ય સાધનો ઉપાધિથી હવે હું મુક્ત બન્યો છું. હવે હે સંત પુરુષો, મને પ્રભુની પાસે લઈ જાઓ.

-૦-