કલ્યાણિકા/ટિપ્પણ/યોગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:પૂર્ણ જીવનની સુંદરતા કલ્યાણિકા
ટિપ્પણ : યોગ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:એક જતારી ઓથ →


હે પ્રભુ, તેં મારો સાથ ક્યારે છોડ્યો છે કે તારો યોગ કરવા, તને પ્રાપ્ત કરવા હું મથું ? તું મારાથી જરા પણ દૂર નથી રહ્યો. અંતરમાં તેમજ બહાર સર્વત્ર તું જ મારામાં વ્યાપ્ત થઈ રહ્યો છે.

કડી ૩ મને પીડા થાય છે તે ખરી રીતે જોતાં પીડા નથી. પણ મારા હૃદયમાં તું પુણ્યની, પવિત્રતાની મેખ મારે છે તેથી મને ખીલા વાગતા હોય એમ લાગે છે. આંખમાં આંસુનાં પૂર ઉભરાય છે તે સાચું જોતાં તારા જ અમૃતની વર્ષા વરસે છે.

કડી ૪ ઘડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો હોય તેમાં વધારે પાણી માઈ શકતું નથી તેમ તું મારા અંતરમાં સંપૂર્ણ રીતે વ્યાપ્ત થઈ રહ્યો છે. મારું હૃદય તુંમય થઈ રહ્યું છે, પછી તને મેળવવા માટે બીજી સાધના કરવાની શી જરૂર છે ?

કડી ૬ પ્રેમભાવે કરીને હું તારું સાયુજ્ય-સામીપ્ય-સંયોગ પામ્યો, તારો સાથ મેળવી શક્યો. હવે પછી મારે બીજાં યોગ ઉપાસના વગેરે સાધનોની શી જરૂર છે ? ભમરીના ડંખ ખમીખમીને ભમરીનું ધ્યાન ધરતો ધરતો કીટ આખરે પોતાનો દેહ ભેદીને ભ્રમરરૂપ બની ઊડી જાય છે, તેમ તેં મોકલેલી વેદનાના ડંખ ખમીખમીને તુંમય થઈ ગયો છું. તેં મારો સાથ કદી તજ્યો નથી.

-૦-