કલ્યાણિકા/ટિપ્પણ/રસરેલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:પ્રભુપ્રેમના પાગલ કલ્યાણિકા
ટિપ્પણ:રસરેલ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:આતમાનો સગો →


सर्वं खल्विदं ब्रह्म - આ બધું જ બ્રહ્મ છે. એનાથી ભિન્ન એવું કંઈ જ નથી. જે જે દેખાય છે તે સર્વની પાછળ એક જ અખંડ આત્મતત્ત્વ રહેલું છે.

કડી ૨ એકતાની ભાવનાના રસે આખી ખલક-દુનિયા ભીંજાઈ રહી છે. ત્યાં કોઈ પણ પ્રકારની ભિન્નતા રહી નથી. આંખ ભલે કરોડ છે પણ તે એક જ તેજનું ગ્રહણ કરે છે, તેવી રીતે દુનિયામાં દેખાય છે કરોડ જુદી જુદી વસ્તુએ પણ તે સર્વની પાછળ રહેલું તત્ત્વ તો એક જ છે.

કડી ૯ એ બ્રહ્મ રસમાં-આત્મૈક્યભાવના રસમાં જે પૂરેપૂરા ડૂબી ગયા અર્થાત્ જેને એનો સંપૂર્ણ રીતે અનુભવ થયો તે જ આ સંસારને તરી ગયા.

કડી ૧૦ દેહને લીધે 'મારું તારું' આદિ ભેદભાવ પ્રવર્તે છે. એ દેહાભિમાન ખસેડીને જુઓ તો માલુમ પડશે કે આ બધું જ બ્રહ્મસ્વરૂપ છે. અને એ અનુભવ થયા પછી કોણ કોનાથી જુદું રહી શકશે ?

-૦-