કલ્યાણિકા/ટિપ્પણ/વલોણું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:પ્રણવશક્તિ કલ્યાણિકા
ટિપ્પણ : વલોણું
અરદેશર ખબરદાર
ટિપ્પણ:મારે દ્વારે →


કડી ૫ આ આખા બ્રહ્માંડનું વલોણું ચાલી રહ્યું છે. એનાં નેતરાં વિશ્વના સર્વે પદાર્થો તાણી રહ્યા છે. સૂર્ય ને ચન્દ્ર, પૃથ્વી ને ધ્રુવનો તારો, અનંત આકાશમાં ઘૂમી રહેલાં નક્ષત્રો એ સર્વ એ વલોણું ખેંચી રહ્યાં છે. બધાંને એ અપૂર્વ નાદ લાગ્યો છે. વિશ્વના સર્વ પદાર્થો એક બીજાને ખેંચી રહ્યા છે એ ગુરુત્વાકર્ષણનો મહા નિયમ જાણીતો છે. એ આકર્ષણ સર્વવ્યાપી છે.


-૦-