કલ્યાણિકા/ટિપ્પણ/સતત વિશ્વવસંત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:ભક્તવીરની વાંછા કલ્યાણિકા
ટિપ્પણ : સતત વિશ્વવસંત
અરદેશર ખબરદાર
ટિપ્પણ:પ્રભુનાં તેડાં →


વસંત ઋતુમાં લોકો ફાગ ખેલે છે ને આનંદનૃત્ય કરે છે, તેમ આ વિશ્વમાં પ્રભુ અનંત ફાગ ખેલી રહ્યો છે.

કડી ૨ લોકો ગુલાલ ઉડાવી લાલ રંગથી સૌને રંગી દે છે તેમ આકાશના ખભા પર ઊભાં રહી સંધ્યા ને ઉષા ગુલાલથી પોતાના ગાલ લાલ બનાવી નાચી રહ્યાં છે. વનમાં ને વાડીમાં ફૂલની સુગંધથી આનંદિત થઈ પવન વાતો વાતો ગાન કરી રહ્યો છે. અને આખું વિશ્વ રંગમાં આવી ગયું છે. પ્રભુ અનંત નૃત્ય કરી રહ્યો છે.

કડી ૫ આદિથી અંત સુધી જગત, પ્રગટ રીતે કે અપ્રગટ રીતે, અંદરથી તેમજ બહારથી ફાગરૂપ છે. આખું જગત એ ઈશ્વરની લીલા-રમત છે. ફાગ ખેલતા હોળૈયા પીચકારી ભરીને મારે છે, તેમ ઈશ્વરની લીલાની જ્ઞાનરૂપી પીચકારી ભરીને સાધુ સંતો જગતને તેનાથી ભીંજવે છે. અર્થાત્ દુનિયામાં ઈશ્વરના જ્ઞાન ને ભક્તિનો ઉપદેશ કરે છે. ગુણીજનોએ આ અમર હોરી-ઈશ્વરની આ અનંત લીલા-ગાઈ છે, તેનું રહસ્ય સમજાવ્યું છે.

-૦-