કલ્યાણિકા/ટિપ્પણ/સત્યની શોધ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:છુપામણાં કલ્યાણિકા
ટિપ્પણ: સત્યની શોધ
અરદેશર ખબરદાર
ટિપ્પણ: દિશાસૂચન →


કવિ ઈશ્વરને કહે છે, આખા સંસારમાં તારું સત્ય હું ક્યાં જઈને શોધી કાઢું ?

કડી ૪. કોઈક ખાણમાં રત્ન છુપાઈ રહ્યું હોય, કોઈ પત્થરની અગ્નિ છુપાઈ રહ્યો હોય, એમ તારું સત્ય છુપાઈ રહ્યું છે. हिरण्मयेन पात्रेण सस्यस्यापि हितं मुखम् । સુવર્ણના પાત્રથી સત્યનું મુખ ઢંકાઈ ગયું છે. બધે અંધારું છવાઈ ગયું છે, ત્યાં હૈયાંને કોણ ઉધાડી શકશે ?

કડી ૫-૬. કોઈક શરમાતી સુન્દરી પેઠે વીજળી ઝબકીને છુપાઈ જાય છે. 'આ રહી' એમ આંખ કહે છે પણ વીજળી તો જતી રહે છે ને પાછળ અંધારું રહી જાય છે. એમ તારા સત્યનો ઝબકાર કોઈક વાર જણાય છે પણ તેનું હું ગ્રહણ કરી શકું તે પહેલાં તે અલોપ થઈ જાય છે. હું એને શોધવા જાઉં છું ને એ ત્યાંથી છટકી જાય છે. હું હાથ વડે પકડું છું, પણ મારો હાથ ખાલીને ખાલી રહે છે. શું આખરે યુગેયુગથી આ જ પ્રણાલી - પદ્ધતિ - ચાલુ રહેવાની છે?

કડી ૮. પણ મારી શોધ છેક નકામી તો નહિ જ નીવડે. હારતું હારતું પણ મારું હૃદય લડત ચાલુ રાખશે. સત્યની શોધમાં આડે આવતાં વિધ્નો સામે એ ઝઘડશે અને પછી દિવ્ય દિશાનાં -આધ્યાત્મિક રહસ્યનાં પડો ધીરે ધીરે ઊઘડશે, અને પછી તો "હે હરિ" એમ માત્ર "હરિ" નામનો ઉચ્ચાર કરતાં જ તું તુરત મને તેમાં જ જડી આવશે !

-૦-