કલ્યાણિકા/ટિપ્પણ/સર્વગોચર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
-૦-
← ટિપ્પણ:મારે દ્વારે | કલ્યાણિકા ટિપ્પણ/સર્વગોચર અરદેશર ખબરદાર |
ટિપ્પણ:આત્માનંદ → |
ઈશ્વર એક રીતે અગોચર છે. ઈન્દ્રિયો વડે એનો અનુભવ થતો નથી. એ ક્યાંય દેખાતો નથી. પણ બીજી રીતે જોતાં એ સર્વગોચર છે. બધેજ એ દેખાય છે. હું જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં ત્યાં હે પ્રભુ, તું જ જણાય છે. આ વિશ્વની વાડીમાં સર્વત્ર તું જ ખીલી રહ્યો છે. સંધ્યા, ઉષા, સૂર્ય, ચન્દ્ર, પુષ્પ ને પ્રત્યેક પ્રાણીમાં તું જ વસી રહ્યો છે.
કડી ૩. અનંત આકાશમાં અંધારી રાતે તારાનાં દર્શન સહુ કોઈ કરી શકે છે. એ બીજું કાંઈ નથી પણ રાત્રિના ઘોર અંધકારમાં પણ જણાઈ આવતી તારી દિવ્ય, અલૌકિક ચરણરજ અર્થાત્ પગની ધૂળ છે. એ તારાનું તેજ તારા ચરણનું ભાન કરાવે છે.