કલ્યાણિકા/ટિપ્પણ/સ્વયંપ્રકાશ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:માલિકને દરબાર કલ્યાણિકા
ટિપ્પણ : સ્વયંપ્રકાશ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:કલ્યાણ →


હે જીવ, તું સ્વયંપ્રકાશ-તારા પોતાના તેજે પ્રકાશતા જ્યોતિરૂપ છે. તારે કોઈ બીજાના પ્રકાશની જરૂર નથી.

કડી ૪ - ૫ મનુષ્ય ઊંઘી જાય છે ત્યારે એની આંખ અંધારાથી છવાઈ જાય છે. બહારનો પ્રકાશ મળતો એને બંધ થઈ જાય છે, તેમ છતાં ઊંઘમાં સ્વપ્નો એ જુએ છે. તેને કોઈ પારકા તેજની જરૂર પડતી નથી. એને પોતાનું તેજ મળી રહે છે. એ રીતે આત્મા એકલો હોય-બહારનો કોઈ પ્રકાશ એને મળતો ન હોય, તો પણ એ પ્રકાશરૂપ હોવાથી સહેજમાં એને જ્ઞાનનો પ્રકાશ મળી રહે છે. ઊંડા અંધકારથી ભરેલા આકાશમાં તારાને પ્રવાસ કરવાનો હોય છે. પરંતુ પોતાના જ તેજ વડે અંધારાને દૂર કરી એ આકાશના સંત જેવા તારકો પ્રવાસ કરે છે. એને કોઈનો આધાર લેવો પડતો નથી. એજ રીતે આત્માને પ્રવાસ કરવાનો માર્ગ અંધકારથી ભરેલો હોય તોપણ એ પોતાના તેજ વડે તેને અજવાળીને આગળ વધે છે. એને પરપ્રકાશની જરૂર નથી.


-૦-