કલ્યાણિકા/પ્રણવશક્તિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અજવાળિયાં કલ્યાણિકા
પ્રણવશક્તિ
અરદેશર ખબરદાર
વલોણું →
* રાગ કાફી - તાલ લાવણી[૧] *


ઓમ વિના નથી આરો રે,
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! - (ધ્રુવ)

નાથ દયાસાગર અમી કેરો,
ગૂઢ સુણાવે શબ્દ અનેરો :
એ વિણ ભવસાગર ખારો, ખારો, ખારો રે :
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! - ઓમ૦ ૧

તનતંબૂરે લે તક સાધી,
તાર ત્રિવિધ એના ત્યાં બાંધી !
છેડી જો પછી એ તારો, તારો, તારો રે !
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! - ઓમ૦ ૨

દિગંત દે અંતરની ખોલી,
અનંતતાની સુણી લે બોલી !
એનો રવ છે કંઈ ન્યારો, ન્યારો, ન્યારો રે !
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! - ઓમ૦ ૩

સ્વર સ્વરથી સ્વર્ગો ઊઘડશે,
પ્રભુસિંહાસન નજરે પડશે :
જડશે ફરી ક્યાં એ વારો, વારો, વારો રે ?
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! - ઓમ૦ ૪

નોંધ

  1. " દાસ પરે દયા લાવો રે, " એ રાહ.

ટિપ્પણ

ટિપ્પણ:પ્રણવશક્તિ

-૦-