કિલ્લોલ/ચાંદરડા
Appearance
< કિલ્લોલ
← નીંદરવિહોણી | કિલ્લોલ ચાંદરડા ઝવેરચંદ મેઘાણી ૧૯૨૯ |
હાલરડું વાલું → |
બાને ખોળે બેની રડી
એ રે બૂમ આકાશે ચડી
આકાશે સૂતા શ્રી હરિ
હરિની આંખો ઝબકી પડી.
ફુલ-સેજલડી ઝટ પરહરી
હરિએ મેલી નીંદરપરી
સોણલાંની છાબડીઓ ભરી
નીંદર વાદળીને વ્હાણે ચડી.
અદમધ દરિયે વીજળી મળી
નીંદરની નાવડી ઊંધી વળી
છાબનાં સોણલાં વેરાઇ ગયાં