કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/પૂર્ણા (પુણ્ણા)

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ચિત્રા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
પૂર્ણા (પુણ્ણા)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
અભયમાતા →


४१–पूर्णा (पुण्णा)

શ્રાવસ્તી નગરીના એક વણિકની કન્યા હતી. મોટી વયની થયા પછી એણે મહાપ્રજાપતિ ગૌતમીને મોંએ ધર્મકથા સાંભળીને જ્ઞાન મેળવ્યું હતું અને પાછળથી દીક્ષા લઈને થેરી બની હતી. બુદ્ધદેવે ગંધકુટીમાંથી તેને ધર્મનું દિવ્યજ્ઞાન સમજાવ્યું હતું. તેણે એક ગાથા ગાઈ છે કે, “હે પૂર્ણા ! પૂર્ણિમાને દિવસે ચંદ્રમા જેવી રીતે પૂર્ણ કલાએ પહોંચે છે તેવી રીતે ધર્મથી તું પોતાના જીવનને પૂર્ણ કર ! અને પરિપૂર્ણ પ્રજ્ઞાદ્વારા અજ્ઞાનરૂપી અંધકારને વિખેરી નાખ.”

પૂર્ણા પણ અર્હત્‌પદને પ્રાપ્ત થઈ હતી.