કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સામા (શ્યામા)

વિકિસ્રોતમાંથી
← અભયા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સામા (શ્યામા)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઉત્તમા (પહેલી) →


४४–सामा (श्यामा)

કૌશામ્બી નગરીમાં એક ધનવાન ગૃહસ્થના ઘરમાં એનો જન્મ થયો હતો. કૌશામ્બીના રાજાની રાણી સામાવતી તેની અત્યંત પ્રિય સખી હતી. રાણીના મૃત્યુથી સામાને ઘણોજ શોક થયો અને સંસાર ઉપરથી વૈરાગ્ય ઊપજવાને લીધે એણે થેરીપદનો સ્વીકાર કર્યો, પરંતુ સાધ્વી થવા છતાં પણ તે શોકને સમાવી શકી નહિ અને મોહનું નિવારણ થયા વગર આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકતી નથી. એક દિવસ બુદ્ધ ભગવાનના મુખ્ય શિષ્ય આનંદનો ધર્મોપદેશ સાંભળ્યાથી તેનો મોહ નિવૃત્ત થયો અને તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. તૃષ્ણા, દુઃખજ્વાળા અને જીવનની ચંચળતા ચાલી ગયાથી સામાએ દુર્લભ અર્હત્‌પદ પ્રાપ્ત કર્યું. તેણે પોતાનો એ અનુભવ સ્વરચિત ગાથામાં વર્ણવ્યો છે.