કેસરિયા માને હો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
કેસરિયા માને હો પ્રેમાનંદ સ્વામી |
કેસરિયા માને હો, રખજ્યો રાજરો ગુલામ;
ચરણ પનૈયાં ગ્રહી કર આગે, ઊભો રહું આઠો જામ... કેસ
હૂં ચાકર થારો દામ બિનારો, યે મારા ઠાકર શ્યામ;
જો હરિવર કાંઈ ચૂક પડે તો, કરજો તાડન લૈ લગામ... કેસ
જ્યું રાજ રીઝો ત્યું હી કરુંગો, કરી છલકપટ હરામ;
પ્રેમાનંદને રાવલો જાણો, સબ વિધિ પૂરણ કામ... કેસ