ગણપતી પૂજા કોણે કરી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ગણપતી ઉપર ચોપડેલા સિંદુર,
- આજે ગણપતી પૂજા કોણે કરી?
આવ્યા હતા અનિલભાઈના કુંવર,
- આજે ગણપતી પૂજા એણે કરી.
આવ્યા હતા મહેશભાઈના ભત્રીજા,
- આજે ગણપતી પૂજા એણે કરી.
આવ્યા હતા જયેશભાઈના ભાણેજ,
- આજે ગણપતી પૂજા એણે કરી.
આવ્યા હતા પ્રવિણભાઈના વીરા,
- આજે ગણપતી પૂજા એણે કરી.
ગણપતી ઉપર ચોપડેલા સિંદુર,
- આજે ગણપતી પૂજા કોણે કરી?