ગાંધીજીનો અક્ષર દેહ - ૧/મિ. ચેમ્બરલેનને અરજી-૩

વિકિસ્રોતમાંથી
← વેડરબર્નને પત્ર ગાંધીજીનો અક્ષરદેહ
મિ. ચેમ્બરલેનને અરજી-૩
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદી મતાધિકાર (धि नाताल विटनेसને પત્ર) →


૭૬. મિ. ચેમ્બરલેનને અરજી
ડરબન, નાતાલ,

માર્ચ ૧૧, ૧૮૯૬

પરમ માનનીય જોસફ ચેમ્બરલેન,

સમ્રાજ્ઞીના મુખ્ય સંસ્થાન મંત્રી

લંડન, એમની સેવામાં

નાતાલની હિંદી કોમનું પ્રતિનિધિત્વ ધરાવતા
નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવીએ છીએ કે :

તા. ૨પમી ફેબ્રુઆરી ૧૮૯૬ના નાતાલના સરકારી ગેઝેટમાં ઝૂલુલૅન્ડના નેાંદવેની કસબા સંબંધમાં કેટલાક નિયમો અને નિયમનો પ્રગટ થયાં છે. આ બધાં સામ્રાજ્ઞી સરકારના હિંદી પ્રજાજનોના જમીન ધારણ કરવાના તથા મેળવવાના હકોમાં હરકત કરનારા છે. તે બાબતમાં તથા ઝૂલુલૅન્ડમાંના એશોવે કસબા માટેનાં એવાં જ નિયમનો બાબતમાં આપના અરજદારો આથી સમ્રાજ્ઞીની સરકાર આગળ અરજી રજૂ કરવા ઇચ્છે છે.

નિયમનોનો જે હિસ્સો બ્રિટિશ હિંદીઓના હકોમાં હરકત કરે છે તે નીચે પ્રમાણે છે:

કલમ ૪નો હિસ્સો – યુરોપિયન જન્મ કે વંશની જે વ્યક્તિઓ આવા કોઈ લિલાઉંમાં (એટલે મકાન માટેની જમીનનું લિલાઉં) ભાગ લેવા ઈચ્છતી હોય તેમણે લિલાઉંની તારીખ પહેલાં ઓછામાં ઓછા વીસ દિવસ આગળથી ઝૂલુલૅન્ડના સેક્રેટરીને લેખિત સૂચના આપવી જ જોઈએ વગેરે.
કલમ ૧૮નો હિસ્સો – માત્ર યુરોપિયન જન્મ કે વંશની વ્યક્તિઓને જ મકાનોની જમીનના કબજેદાર તરીકે મંજૂર રાખવામાં આવશે. આ શરતનું પાલન કરવામાં નહીં આવતાં આવી કોઈ પણ જમીન આ પહેલાંની કલમ અનુસાર સરકાર હસ્તક ફરીથી લઈ લેવાશે.
કલમ ૨૦નો હિસ્સો – આ જમીનો અમુક ચોખ્ખી શરતે વેચવામાં આવે છે અને એ શરત આ નિયમોની કલમ ૧૦, ૧૧ અને ૧૩ મુજબ માગવામાં આવેલા અને અપાયેલાં દરેક જાગીરના અધિકારપત્રમાં દાખલ કરવામાં આવશે, એ શરત એવી છે કે નેાંદવેની કસબામાં આથી ખરીદવામાં આવેલી જમીનનો કોઈ પણ માલિક એ જમીનને કે એના કોઈ હિસ્સાને જન્મ કે વંશથી યુરોપિયન હોય તે સિવાયના કોઈ પણ માણસને વેચાતી કે ભાડે આપી શકશે નહીં તેમ જ વગર ભાડે કબજે કરવા દેશે નહીં. અને જો કોઈ સંજોગોમાં આવા અધિકારપત્ર ધરાવનાર માણસો જ આવી શરતો અને બાંયધરીઓનો ભંગ કરશે તો આ નિયમોની કલમ ૧૭માં જણાવ્યા મુંજબની શરતોથી અને પદ્ધતિથી આવી જમીનો સરકાર હસ્તક લઈ લેવામાં આવશે.

જેમાં નાંદવેની નિયમનો પ્રગટ થયાં હતાં તે ગૅઝેટ બહાર પડવાના બીજે જ દિવસે આપના અરજદારોએ ઝૂલુલૅન્ડના ગવર્નરને એવી વિનંતી કરતી અરજી રજૂ કરી કે આ નિયમનોને એવી રીતે બદલવામાં આવે અથવા સુધારવામાં આવે કે જેથી તેમાં રહેલો રંગ અંગેનો ભેદભાવ દૂર થઈ જાય.

ઉપરોક્ત અરજી[૧] કે જેની એક નકલ આ સાથે સામેલ કરવામાં આવી છે તેના જવાબમાં આપના અરજદારોને જણાવવામાં આવ્યું કે આ નિયમનો "તે જ છે જે ૨૮મી સપ્ટેમ્બર ૧૮૯૧ના રોજ ગવર્નર મહોદયના પૂર્વગામીએ જાહેર કર્યાં હતાં અને જે એશોવે કસબા માટેનાં નિયમનો તરીકે અમલમાં છે." એ ઉપરથી ૪થી માર્ચ ૧૮૯૬ના રોજ એક એવી મતલબની વિનંતી કરવામાં આવી કે બ્રિટિશ હિંદીઓ સંબંધમાં આ બંને નિયમનો કાં તો બદલવાં જોઈએ અથવા સુધારવાં જોઈએ.

પમી માર્ચ, ૧૮૯૬ના રોજ એનો એવી મતલબનો જવાબ આવ્યો કે ગવર્નરને આ સૂચન બાબતમાં પગલાં લેવાનું યોગ્ય લાગતું નથી.

આપના અરજદારો દૃઢતાપૂર્વક માને છે કે હિંદી કોમ ઉપર જે અન્યાય લાદવામાં આવ્યો છે તે એટલો તો ઉઘાડો છે કે તેનો ઉપાય કરવા માટે તેને ફક્ત સમ્રાજ્ઞીની સરકારના ધ્યાન પર લાવવો જોઈએ. જો આવો પક્ષપાતભર્યો અને આપના અરજદારો માનપૂર્વક જણાવે છે તેમ બિન-જરૂરી ભેદભાવ સ્વ-શાસન ભોગવતાં સંસ્થાનોમાં ચાલવા નહીં દઈ શકાતો હોય તો પછી તેને એક સમ્રાજ્ઞીની સરકારને આધીન સંસ્થાનમાં તો બિલકુલ જ ચાલવા નહીં દેવો જોઈએ.

આપના ઘણા અરજદારો ઝૂલુલૅન્ડમાં મિલકત ધરાવે છે. ૧૮૮૯ની સાલમાં જયારે મેલ્મોથ કસબાનું વેચાણ થયું હતું ત્યારે હિંદી કોમે એ કસબામાં આશરે ૨,૦૦૦ પાઉન્ડ જમીનમાં જ રોકયા હતા. પોતાના ૨,૦૦૦ પાઉન્ડના રોકાણને હિંદી કોમ નફાકારક બનાવી શકે માત્ર એટલા ખાતર પણ આપના અરજદારોનું કહેવું છે કે તેમને ઝૂલુલૅન્ડમાં છૂટથી જમીન ખરીદવાની પરવાનગી આપવી જોઈએ.

નાતાલમાંનું સરકારી મુખપત્ર [૨]પણ આ અન્યાયને એટલો તો ગંભીર માનતું હતું કે, જોકે નિયમ તરીકે તે હિંદીઓની આકાંક્ષાઓ પ્રત્યે નફરત રાખતું હતું છતાં એણે ઝૂલુલૅન્ડના ગવર્નરને મોકલેલી અરજી તરફ ઘણી જ ભલમનસાઈ બતાવી, એમાં દર્શાવેલા વિચારો એટલા તો ઉચિત છે કે આપના અરજદારો તેને નીચે ઉતારવાની રજા ચાહે છે:

ઝૂલુલૅન્ડમાં એનો ખાસ પોતાનો એવો એક હિંદી પ્રશ્ર ખડો થાય એવો સંભવ છે. નવા જ જાહેર થયેલા નોંદવેની કસબામાં આવેલી જમીનનો નિકાલ કરવા માટે ગયા મંગળવારના સરકારી ગૅઝેટમાં જે નિયમો અને નિયમનો પ્રગટ થયાં છે એમાં સંખ્યાબંધ કલમો એવી છે જે ખાસ કરીને યુરોપિયન જન્મ કે વંશના હોય તે સિવાયના લોકોને એ કસબામાં જમીન ખરીદતાં અથવા કોઈ પણ મિલકત કે જમીન માત્ર કબજામાં રાખતાં પણ રોકનારી છે. આવી બાબતોમાં હંમેશા આગળ રહેનારા હિંદીઓએ આવાં નિયમો અને નિયમનો દાખલ કરતાંની સાથે તેના વિરોધમાં ગવર્નરને એક પત્ર લખી દીધો છે. ઝૂલુલૅન્ડ હજી તો એક બ્રિટિશ સરકારનું સંસ્થાન છે અને તેથી તે વિશેષે કરીને શાહી સત્તાની સીધી દેખરેખ નીચે છે એ જોતાં અને જયારે બ્રિટિશ સરકારને પક્ષે નાતાલમાં પસાર થયેલા મતાધિકાર કાનૂન સુધાર વિધેયકને કાનૂન બનતું અટકાવવાને દેખીતી રીતે જ

  1. ૧. જુએા પા. ૨૨૬.
  2. ૨. આ નિર્દેશ धि नाताल मर्क्युरी વિષેનો છે; જુએ પા. ૧૬૮.
આટલું બધું મજબૂત વલણ છે ત્યારે આવાં નિયમોને અમલમાં કેવી રીતે મૂકી શકાય તે અમે ઠીક રીતે સમજી શકતા નથી. હિંદીઓએ જે વિરોધ-પત્ર રજૂ કર્યો છે તે ઉપરથી અમને માલૂમ પડયું છે કે એમાંના કેટલાક ઝૂલુલૅન્ડમાં જાગીરી મિલકતની માલિકી ધરાવે જ છે; અને બાબત એમ જ હોય તો, બીજું કોઈ પણ કારણ બાજુએ રાખતાં અમને એવું લાગે છે કે અરજદારોની ફરિયાદ વિચારવા લાયક છે. એવું બને કે ઝૂલુપ્રદેશમાં હિંદીઓને જમીનના માલિક બની બેસતા અટકાવવાને જમીનના કબજાની બાબતમાં કેટલીક ખાસ જોગવાઈઓ રાખવામાં આવી હોય, આમ છતાં એ હકીકતની ના પાડી શકાય એમ નથી કે એ પ્રદેશ એક બ્રિટિશ સરકારનું સંસ્થાન છે. એ સ્થિતિમાં એ વાત આશ્ચર્યકારક લાગે છે કે નાતાલ - જેવા એક જવાબદાર શાસનવાળા સંસ્થાનમાં જે નિયમો અને નિયમનોની પરવાનગી અપાઈ નથી તેનો એ પ્રદેશમાં અમલ કરી શકાય છે. દક્ષિણ આફ્રિકાના જુદા જુદા ભાગોમાં પ્રગટ થતાં નિયમો અને નિયમનોમાં તથા કાનૂનો અને પેટા-કાનૂનોમાં ચામડીના રંગ અંગેના ભેદભાવો એટલા વારંવાર દાખલ થઈ જાય છે કે હિંદી કોમને માટે એના હકોને અસર કરનારા બધા જ કાનૂનોથી માહિતગાર રહેવાનું અને સમ્રાજ્ઞીની સરકારનું તેના તરફ ધ્યાન ખેંચવાનું અશકય છે. અને ખાસ તો એ એટલા ખાતર અશકય છે કે જ્યારે એ કોમ મોટે ભાગે પોતાના ધંધા માટે માત્ર જરૂરી હોય એટલું જ જ્ઞાન ધરાવતા વેપારીઓ અને કારીગરોની બનેલી છે અને ઘણી વાર તેમનામાં એવા જ્ઞાનનો પણ અભાવ જોવામાં આવે છે.

અને પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે આપના અરજદારો એવા દાખલાઓમાં પણ સ્થાનિક અધિકારીઓ પાસે ફરિયાદ દૂર કરાવવાની અપેક્ષા રાખી શકતા નથી જેમાં હાલના દાખલાની માફક, જેની ફરિયાદ કરવામાં આવી છે તે અન્યાય બ્રિટિશ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો તરફ ધ્યાન નહીં આપવાને પરિણામે પેદા થયેલો છે.

અાપના અ૨જદારોને ભય છે કે જો એક સમ્રાજ્ઞીની સરકાર નીચેનું સંસ્થાન સમ્રાજ્ઞીના પ્રજાજનોના એક ભાગને જમીન-મિલકતના હકો આપવાની ના પાડી શકે છે તો દક્ષિણ આફ્રિકન પ્રજાસત્તાક અને ઑરેન્જ ફ્રી સ્ટેટની સરકારો માટે પણ એ જ પ્રમાણે કરવાનું કે એનાથી પણ આગળ વધવાનું ઘણે અંશે યોગ્ય ગણાશે.

આપના અરજદારો જણાવે છે કે એશોવે માટેનાં નિયમનોમાં રંગ અંગેના ભેદભાવનું અસ્તિત્વ છે એટલે નોંદવેનીમાં પણ એવાં જ નિયમનો કરવાં જોઈએ એ વાત ઉચિત નથી. જે એશોવે માટેનાં નિયમનો બૂરાં હોય તો આપના અરજદારો જણાવે છે કે વધારે સારું તો એ છે કે બંનેને એવી રીતે બદલવાં જોઈએ અથવા સુધારવાં જોઈએ કે જેથી બ્રિટિશ હિંદી પ્રજાજનોના ન્યાયી હકો ઉપર બૂરી અસર થવા નહીં પામે.

આપના અરજદારો આપનું ધ્યાન એવી એક વધારાની હકીકત પ્રત્યે દોરવા માગે છે કે સમ્રાજ્ઞીની હિંદી પ્રજાને અસર કરતા એકધારા વર્ગભેદ કરતા કાનૂનો માત્ર દક્ષિણ આફ્રિકામાંની હિંદી કોમને ભારે ચિંતામાં નાખીને અટકતા નથી પરંતુ આવા કાનૂનોને બદલવા માટે વારંવાર જે અરજીઓ કરવી પડે છે તેનાથી સારા પ્રમાણમાં ખર્ચ પણ થાય છે. હિંદી સમાજ ભારે સમૃદ્ધિવાન તો નથી જ એટલે આ ખર્ચ તેને પોસાતો નથી. એ ઉપરાંત કાયમી અશાંતિ અને ઉશ્કેરાટની આવી હાલત, એકંદરે હિંદી કોમના વેપારધંધામાં ગંભીર પ્રકારની દખલ ઊભી કરે છે એ વાતનું તો પૂછવું જ શું? આપના અરજદારોના નમ્ર અભિપ્રાય મુજબ દક્ષિણ આફ્રિકામાંના બ્રિટિશ હિંદીઓની પરિસ્થિતિની અને દરજજાની તપાસ કરાવવાનું જરૂરી છે. તેમ જ દક્ષિણ આફ્રિકન અધિકારીઓને ઉદ્દેશીને એક એવો હુકમ કાઢવો જોઈએ કે તેઓ સમ્રાજ્ઞીની હિંદી પ્રજાને બીજી બધી બ્રિટિશ પ્રજા જોડે સમાન વર્તાવની ખાતરી કરાવે. આનાથી ઓછું કશું પણ સમ્રાજ્ઞીની વફાદાર અને કાયદાનું પાલન કરનારી હિંદી પ્રજાના સામાજિક અને નાગરિક સત્વના વિનાશને રોકી શકશે નહીં.

એટલા ખાતર, આ૫ના અરજદારો નમ્રપણે વિનંતી કરે છે કે સમ્રાજ્ઞીની સરકાર એશોવે અને નોંદવેની કસબાઓનાં નિયમનોમાં ફેરફાર કરવાનો કે તેમાં સુધારો કરવાનો હુકમ કાઢે જેથી એના હાલના સ્વરૂપમાં એનાથી સમ્રાજ્ઞીની હિંદી પ્રજા ઉપર જે ગેરલાયકાતો લદાય છે તે દૂર થઈ શકે. અને તેઓ વધારામાં નમ્રપણે સૂચવે છે કે તેમના ઉપર અસર કરનારા વર્ગભેદ ઊભો કરનારા ભાવિ કાનૂનો ઘડવા ઉપર પ્રતિબંધ મૂકતા હુકમો કાઢવામાં આવે.

(સહી)અબદુલ કરીમ હાજી આદમ

અને બીજાઓ

[ મૂળ અંગ્રેજી]

હસ્તલિખિત નકલની છબી પરથી.