ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હોલબર્ન હોટેલમાં વિદાયનો ભોજન સમારંભ

વિકિસ્રોતમાંથી
← લંડનની બૅન્ડ ઑફ મર્સી – જીવદયા મંડળીને આપેલું ભાષણ ગાંધીજીનો અક્ષરદેહ
હોલબર્ન હોટેલમાં વિદાયનો ભોજન સમારંભ
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
પોતે ઈંગ્લંડ શા સારુ ગયા →


૧૧. હોલબર્ન હોટેલમાં વિદાયનો ભોજન સમારંભ
જૂન ૧૧, ૧૮૯૧

આ એક રીતે વિદાયનો ભોજન સમારંભ હોવા છતાં ક્યાંયે ગમગીનીની નિશાની સરખી દેખાતી નહોતી કેમ કે સૌ કોઈને લાગતું હતું કે મિ. ગાંધી હિંદુસ્તાન પાછા ફરે છે ખરા પણ શાકાહારના સિદ્ધાંતને માટે વધારે વ્યાપક કાર્ય કરવાને જાય છે અને પોતાની કાયદાના અભ્યાસની કારકિર્દી પૂરી કરી સફળ થઈ વિદાય થતા હોવાથી તેમને ખુશીથી અભિનંદન આ૫વાં જોઈએ. . . .

સભારંભને અંતે ગાંધીએ કંઈક સભાક્ષોભ અનુભવતા છતાં ઘણા આકર્ષક ભાષણમાં હાજર રહેલાં સૌને આવકાર આપ્યો, ઇંગ્લંડમાં માંસાહાર છોડવાની ટેવ વધતી જાય છે તે જોઈને પોતાને થયેલા આનંદની વાત કરી, લંડનની 'વેજિટેરિયન સોસાયટી' [શાકાહારી મંડળી] સાથે પોતાને કેવી રીતે સંબંધ બંધાયો તેનું વર્ણન કર્યું, અને તેમાં પોતે ડૉ. ઓલ્ડફીલ્ડ[૧]ના કેટલા ઋણી છે તેની હૃદયને પિગળાવે તેવી ઢબે વાત કરવાની તક લીધી. . . .


  1. ડૉ. જોશિયા એાલ્ડફીલ્ડ, धि वेजिटेरियनના તંત્રી.

શાકાહારી મંડળીઓના સમવાયી સંઘનું અધિવેશન ભવિષ્યમાં હિંદમાં ભરાય તો સારું એવી પોતાની આશાનો પણ તેમણે નિર્દેશ કર્યો.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૧૩-૬-૧૮૯૧