ગુજરાતની ગઝલો/અદાવતમાં મહોબ્બત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નસીબ આજરાત ગુજરાતની ગઝલો
અદાવતમાં મહોબ્બત
[[સર્જક:|]]
૧૯૪૩
એકના વિના →


દિવાનો

૬૩ : અદાવતમાં મહોબ્બત


નથી ઉલ્ફત તમારી પાસ પણ નફ્રત તો છે કે નહીં?
મહોબ્બત હો ન હો, દિલબર ! દિલે નખ્વત તો છે કે નહીં?

નહીં જો પ્યારથી તો કોધથી પણ હમ તરફ જોશો ?
ભ્રૂકુટી ક્રોધનીમાં બાણની હરક્ત તો છે કે નહીં?

પ્રીતિનાં વાક્ય નહી સુણીએ, સુણીશું ક્રોધના શબ્દો;
ઝબાં તે પણ તમારી બેલની લજ્જત તો છે કે નહીં?

ન તારા અંતરે વાસો કદી વસવા મને દેશે–
છબી મુજ અંતરે તારી રહી તુજવત્ તો છે કે નહીં ?

ભલે ઈન્કાર તારો હો, ન હો ઇકરાર તેથી શું ?
છું તારો, એમ આ કહેનાર સહુ ખલ્કત તો છે કે નહીં ?

ભલે તું આજ ભરમાઈ હરીફોના ભરમાવ્યાથી;
ભવિષ્યમાં પણ એ તારા વસ્લની હસરત તો છે કે નહીં ?