ગુજરાતની ગઝલો/એ કોણ છે ?

વિકિસ્રોતમાંથી
← અમર આશા ગુજરાતની ગઝલો
એ કોણ છે ?
[[સર્જક:|]]
૧૯૪૩
નિરાશા એ જ છે આશા →


ઝખમ દુનિયા ઝબાનોનાં મુસીબત ખોફનાં ખંજર.
કતલમાં એ કદમબોશી ઉપર કયામત ખુદાઈ છે.

શમા પર જાય પરવાના મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં મઝેદારી લૂટાઈ છે.

ફના કરવું–ફના થાવું, ફનામાં શહ સમાઈ છે,
મરીને જીવવાને મન્ત્ર, દિલબરની દુહાઈ છે.

ઝહરનું નામ લે શેાધી, તુરત પી લે ખુશીથી તું,
સનમના હાથની છેલી હકીક્તની રફાઈ છે.

સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે,
તડપ તે તૂટતાં અન્દર ખડી માશૂક સાંઈ છે.

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું,
ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે.

હજારો ઓલિયા મુરશિદ ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા, એવી કલામો સખ્ત ગાઈ છે.


૧૪ : એ કોણ છે ?


આંસુડાં મારાં લુવે એ મૂરતિ કો' કોણ છે ?
ચાલે જિગર પાણી થઈ, રોકનારું કોણ છે ?

જામો નિરંજન નામનો, હું પ્રેમનો ઘેલો ફકીર,
એ જ જામો એ ફકીરી, ટાળનારું કોણ છે ?

છે દુનિયા ? તે નિત્ય હો; ના છે નહિ, તો શું જુઓ ?
છે ખરી ને છે નહિં;-એનો દીવાનો કોણ છે ?

સાચો સદા છે પ્રેમ, જેશું દુનિયા બાધી હરામ,
દુનિયા પ્રેમ નથી, તો નીતિ રીતિ કોણ છે ?

દુનિયા પ્રેમે નથી, પણ પ્રેમની દુનિયા હજાર,
એ વિરિંચિ, એ જ વિષ્ણુ, એ વિનાનું કોણ છે ?

એ જ મારું નામ, એની શોધમાં ગુલતાન તાન,
દુનિયા માનું ફના, એના વિના એ કોણ છે ?

એની મઝા અંતર મને, કે જાણે કોઈ પ્રેમી જન,
પામ્યો હું કે પામ્યો નહિ, એ પૂછનારું કોણ છે ?

એ જ આંસુમાં મણિ ! ભીની મીચી રે' આંખડી,
ખોલનારાં દૂર રો,' એ ઝાળ ઝીલે કોણ છે ?