ગુજરાતની ગઝલો/કરું કે ન કરું ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હાલ અબતર છે ગુજરાતની ગઝલો
કરું કે ન કરું ?
[[સર્જક:|]]
૧૯૪૩
બળે છે ! →


પ૭: કરૂં કે ન કરૂં ?


દૂર દિલથી કહું સંસાર કરૂં કે ન કરૂં?
હૃદયમાં આપનું આગાર કરૂં કે ન કરૂં ?

તમે કરશો કે જફા મારી વફાને બદલે?
કહોને, અય સનમ ! હું પ્યાર કરૂં કે ન કરૂં ?

સામે આવું છું તો પરદામાં મુખ છુપાવે છો..
દાર પર થાય, તો દિદાર કરૂં કે ન કરૂં ?

નાક તકફૂલ કમલ મુખ ને આંખ નરગિસનીઃ
બધું લઈને ગળે હાર કરૂં કે ન કરૂં ?

હાથ તલવાર ધરી, શીશ આશકે નામ્યું,
પછી વિચાર વળી, વાર કરૂં કે ન કરૂં?

કઓલ પહેલાં મને માગ્યા વિના આપી બેઠાં,
હવે ખિયાલ એ, દરકાર કરૂં કે ન કરૂં?

બૂતો બેકદ્ર છેઃ લાખોને કર્યા છે પામાલ;
દિલ હું આપીને ઇતબાર કરૂં કે ન કરૂં?

મારું દિલ છીનવી, ના કહે છે આપવા પાછું:
તોછડું લાગશે, તકરાર કરું કે ન કરું?

બહુ તરસાવી બગલગીર થયો છે ઐયાર:
બોસા લાખો લઈ બેઝાર કરૂં કે ન કરૂં?

કોટિ સર દાર પર જેણે ચઢાવ્યાં છે અમૃત !
બેરહમ તેને હું સરદાર કરૂં કે ન કરૂં?