ગુજરાતની ગઝલો/ખપના દિલાસા શા ?

વિકિસ્રોતમાંથી
← દિલરુબાના હાથમાં ગુજરાતની ગઝલો
ખપના દિલાસા શા ?
[[સર્જક:|]]
૧૯૪૩
છેલ્લો આશરો →



'પતીલ'

૭૯ : ખપના દિલાસા શા ?


જતાં મદફન તરફ ઘરથી બજવવા ઢોલતાસા શા?
બજવવા ઢોલતાસા શા? ઊજવવા આ તમાશા શા?
 
થતાં પહેલાં ઝભે મુજને હતું ના કોઈ ઓળખતું,
કબર આગળ હવે મારી ફૂલો, સાકર, પતાસાં શાં?

ગયો રમનાર વેચાઈ સદાની બેનસીબીને;
પછીથી નાખવા તેની ઉપર શતરંજપાસા શા?

બીજાને કાજ તે એકે હતો હરગિઝ મુકાયો ના−
કહો, પોતાની હાલત પર પછી મૂકવા નિસાસા શા?
 
દમે આખર પતલિયાને કહો છો શું તમે આવી?
ન આપ્યો પ્રેમ તો મુજને–હવે ખપના દિલાસા શા?