ગુજરાતની ગઝલો/નસીબ આજરાત

વિકિસ્રોતમાંથી
← સુંદિર મુખડું આપનું ગુજરાતની ગઝલો
નસીબ આજરાત
[[સર્જક:|]]
૧૯૪૩
અદાવતમાં મહોબ્બત →


૬૨ : નસીબ આજ રાત*[૧]


ખુદાએ પાક ખોલિયું નસીબ આજ રાત,
પ્યારીએ દર્શન દીધું, નસીબ આજ રાત. ૧

દિલદારનું મુખ જોઈને સલામ હું કરું,
અલ્લાહની તારીફ કરૂં, નસીબ આજ રાત. ૨

વસ્લથી આરામનું દરખ્ત ફાલિયું,
ફળ્યો ફૂલ્યો હું પણ ફરૂં, નસીબ આજ રાત. ૩

ચિતરાશે 'અનલ હક' ખૂને જમીન પર, અગર,
મનસૂર સમ શૂળી ચઢું, નસીબ આજ રાત. ૪

લયલે–તુલ–કદ્રનો છે હિસ્સો મારે હાથ,
જાગતું કિસ્મત થયું, નસીબ આજ રાત. ૫

ચાહું હું શિર કપાય જ્યમ મનસૂરનું થયું,
ઉઠાવું તબક ઢાંકણું, નસીબ આજ રાત. ૬

બક્ષિસનો હું છું પૂરો, હકદાર ખુદાવંદ,
હુસ્નની જગાત લઉં ખુશી હું આજ રાત. ૭

  1. હાફિઝ પરથી ભાષાંતર