ગુજરાતની ગઝલો/પ્રેમીને ઠપકો
← પ્રેમધર્માગીકાર | ગુજરાતની ગઝલો પ્રેમીને ઠપકો [[સર્જક:|]] ૧૯૪૩ |
પ્રેમીની તલ્લીનતા → |
અરે ! જા શું અવાયે નહિ−ઝૂરું જો ! હું અહીયાં રહી.
જા જા શું આવે નહીં, તલસાવે શું યાર?
ટકટક કરતું બાપડું ચાતક તરશ્યું ધાર.
તરશથી વ્યાકુળું થઈને−ગુણો વારિદના ગઈને.
ચહે આવે જલદ ધાઈને–હરે! વારિદ લેખે નહીં. અરે !
ગડગડાટ ને ગર્જના સુણું હું કરણે, હાય!
પણ દેખું દિદાર નહીં, કહે રહ્યું ક્યાં જાય?
જીવે ક્યમ બાપડું કે'ની? રસિક્તા ધન્ય છે જેની.
તરશ છીપે નહીં એની–હરે! દુઃખ શું વિચારે નહી? અરે !
ઊડંતાં તુ જ દિશથી આવંતાં ખગ રોજ;
જોઉં મોહું હું દિલથી, શી શી માણું મોજ?
અરે ! પણ મેઘ ક્યાં આજે, ગરજતો ક્યાં ભૂંડા રાજે?
ગણે નહીં શું જ ના દાઝે? કઠણ, શું છાતડી કહે થઈ? અરે !
દૃષ્ટિમર્યાદા વિશે, આવતાં ખગ જોઈ
પ્રેરૂં પ્યારાં માહેરાં, ચક્રવાક બે મોહી;
ઝડપથી પાઠવું મારાં–નયન બે પંખીડા સારાં;
સમાચાર પૂછવા તારા−વિકાસી મુખ ઊભો રહી. અરે !
કહે ન મુખથી કાંઈ તે જુએ ન સામું રંચ,
ખુએ ધૈર્ય મન માંહીથી, સેવક રસિલો રંક.
અરે! પ્રિય કાંઈ ગોઠે નહીં સુણે તુ જ વાતડી જો નહીં;
દીધી પાંખો વિધિએ નહીં–કહે દુઃખમાંહી ડૂબી જઈ,અરે !
ગરજ જુએ નહિ કોઈની, દે ન મુજને પાંખ;
જા તુજને હું શું કહું, હતી નહીં કહે આંખ?
દીધી જો હત પાંખો બે-ઊડીને જાત જ્યાં તે છે,
પડત ગોદે જઈને રે−છૂટત નહીં એકઠાં બે થઈ. અરે!