લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/સુંદિર મુખડું આપનું

વિકિસ્રોતમાંથી
← સખે ! ભૂલો પડ્યો હું તો ! ગુજરાતની ગઝલો
સુંદિર મુખડું આપનું
[[સર્જક:|]]
૧૯૪૩
નસીબ આજરાત →


૬૧ સુંદિર મુખડું આપનું * []


શું મઝા ! ફકીરોથી ઢાંકો 'ગર ન મુખડું આપનું,
દિલભર જુએ અમ આખરે, સુંદિર મુખડું આપનું. ૧

પ્યારની ખ્વાહિશમાં હારુન સમ અમ આપદા,
ઠીક થાત દીઠું હોત ના સુંદિર મુખડું આપનું. ૨

કેદી બનત હારુન ના તવ ચિબુક કેરા કૂપમાં,
'ગર ન વર્ણ્યું મારુતે સુંદિર મુખડું આપનું. ૩

પ્રસરી સુગન્ધિ બાગમાં એ દાખવે તમ હાજરી,
છે મસ્ત બુલબુલ જોઈને સુંદિર મુખડું આપનું. ૪

સહે સખ્ત જુલ્મ જુદાઈનો મસ્તાન નિત્યે રે સનમ!
કર દૂર ઘૂંઘટ કે જુએ 'હાફેઝ' મુખડું આપનું. ૫

  1. હાફિઝ પરથી ભાષાંતર