ગોવિંદ થારા ગજરા દેખ

વિકિસ્રોતમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ગોવિંદ થારા ગજરા દેખ
પ્રેમાનંદ સ્વામીગોવિંદ થારા ગજરા દેખ,
ભૂલ ગઈ કજરા.. ટેક

ભૂલ ગઈ કજરા ઔર અંગ આભૂષણ,
નાથ થાને નિરખ્યા ભરી નજરા.. ૧

ગજરા મેં ગુલતાન હોઈ છું,
દેખી થારા બાજુબંધ બજરા.. ૨

હાર તો હજારો થારો ગુચ્છ ગુલાબી,
તોરા થારા પાઘમાંહી અજરા.. ૩

શામળિયા સરદાર છો મારા,
પ્રેમાનંદ કરે થાને મજરા.. ૪