ચંદન ચરચીત નીલ કલેવર સુંદર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ચંદન ચરચીત નીલ કલેવર સુંદર
પ્રેમાનંદ સ્વામીચંદન ચરચીત નીલ કલેવર સુંદર,
કટી તટ કસ્યો પટ પીત...

ચંચલ લોચન ભવ દુખ મોચન,
રોચન એ મનમોહન મીત... ૧

ચિતવની ચિતવત દેખી સુખ ઉપજત,
હસત હસત મન જોરત બરજોરી પ્રીત... ૨

પ્રેમાનંદ પ્રીતમ પ્યારે કી છબી પર,
તન મન બલી જાય નિત નિત... ૩