ચરણ કમળની છબી ચિંતવતાં
ચરણ કમળની છબી ચિંતવતાં પ્રેમાનંદ સ્વામી |
પદ ૧૯૯૨ મું
ચરણ કમળની છબી ચિંતવતાં, લાગે અલૌકિક રૂડી વહાલા;
સર્વે ચિહ્ન સંભારી ધારું, અંતસમાની મૂડી વહાલા ૧
જમણા પગના અંગૂઠા, પાસેની આંગળીએ વહાલા;
ડાબે પડખે તિલ એક સુંદર, નીરખી દુઃખડાં લીએ વહાલા ૨
જમણા પગની નૌતમ છેલી, આંગળીની બા'રે વહાલા;
તિલ એક નખની પાસે જોતાં, વા'લપ વધારે વહાલા ૩
ડાબા પગની ઊર્ધ્વરેખાની, ડાબી તે કોરે વહાલા;
બે ચિહ્ન પાસે પાસે શ્યામ, ચિત્તડાને ચોરે વહાલા ૪
બે પગની આંગળિયું તળાં, મનોહર રાતાં વહાલા;
અંગૂઠા આંગળીના નખ, રાતા છે ચડિયાતા વહાલા ૫
બે ચરણના અંગૂઠા ને, આંગળિયું ઉપર વહાલા;
જોયા જેવા ઝીણા ઝીણા, રોમ અતિ સુંદર વહાલા ૬
બે અંગૂઠા પાસેની બે, આંગળિયે જોઉં વહાલા;
ચાખડિયુંનાં રૂડાં ચિહ્ન, તે પાંપણિયે પ્રોઉં વહાલા ૭
બે પગની બહારલી ઘૂંટી, તે હેઠે કેવાં વહાલા;
આસનના ઘસારાનાં, ચિહ્ન જોયા તે જેવાં વહાલા ૮
જમણા પગની ઘૂંટી ઉપર, પાંચ તસુ છે જો વહાલા;
નળીને ઉપર તિલ એક તેમાં, મન મારું રહેજો વહાલા ૯
મોટું એક ચિહ્ન જમણા પગની, સાથળને બા'રે વહાલા;
પ્રેમાનંદ કહે પ્રીતે નીરખું, વારે ને વારે વહાલા ૧૦
અન્ય સંસ્કરણ
[ફેરફાર કરો]ચરણ કમળની છબી ચિંતવતાં, લાગે અલૌકિક રૂડી વહાલા;