લખાણ પર જાઓ

ચર્ચા:ગુરુજી ! કહો ભજન કેમ કરીએ

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: દૂર કરવા વિષય પર Snehrashmi વડે ૯ મહિના પહેલાં

દૂર કરવા

[ફેરફાર કરો]

અગાઉ શું જે સર્જક હેઠળ આ કૃતિઓ મુકાઈ છે તે પુસ્તક કે સ્કેનનાં ભાગરુપે હતી ? સ્રોત પર આ નવું જોયું ! કોઈએ પ્રથમથી જ ઉપલબ્ધ કૃતિઓને પાશ્ચત્ય અસરથી અન્ય કોઈ અપ્રસિદ્ધ બૂકના ભાગરૂપે બદલી અને હવે એમાં ઉમેરાને 'દૂર કરવા લાયક' એટલે ગણાવાય કે એ જેતે બૂકનો ભાગ નથી ! તો આ કૃતિને ક્યાં નાખવાની ? શું સ્રોત એ માત્ર સ્કેન કરેલ પેજીસને જ સ્વિકારે છે ? કોઈ વિકિસ્રોતની મૂળ વિભાવના અને નિયમોના જાણકાર સભ્ય હોય તો પ્રત્યુત્તર આપવા વિનંતી. 103.1.103.78 ૧૩:૧૩, ૨૭ જૂન ૨૦૨૫ (IST)ઉત્તર

આપનો પ્રશ્ન વાજબી છે. પણ સ્રોત માટે સ્કેન કર્યા સિવાયના પાનાંને હાલ પૂરતો અવકાશ નથી. એનું સૌથી મોટું કારણ તો એ છે કે સંદર્ભ વિનાના લખાણની ખરાઈ કરવી મુશ્કેલ બને છે. શરૂઆતમાં આ પ્રકારની સ્વતંત્ર કૃતિઓ સ્રોત પર મૂકવામાં આવેલી પરંતુ સામુદાયિક ચર્ચાઓને અંતે સંદર્ભ (સ્કેન) વિનાની કૃતિઓને હટાવવાનો નિર્ણય લેવામાં આવેલો. આ નિર્ણય અંતર્ગત જ ઘણી સ્વતંત્ર કૃતિઓ દૂર પણ કરવામાં આવી હતી. આ નિર્ણય પછી અખિલ ભારતીય ભાષાઓમાં ગુજરાતી ભાષાનું વિકિસ્રોત ૧૦૦ પ્રતિશત સંદર્ભ સાથેનું સાહિત્ય ધરાવતું મંચ બનવા તરફ અગ્રેસર છે. આપની જેમ જ અમારા મનમાં પણ ઘણી ગડમથલ ચાલી રહી છે કે આ સ્વતંત્ર કૃતિઓને કેવી રીતે સમાવિષ્ટ કરવી પણ હાલ એનો કોઈ સર્વ સ્વીકાર્ય ઉકેલ અમારી પાસે નથી. આપના યોગદાન અને ચર્ચા પાનાં પરની ટિપ્પણી માટે હું તમારો આભારી છું પણ સમુદાયની બહુમતીથી બહાલ નિર્ણય સાથે બંધાયેલો છું. સ્નેહરશ્મિ ૧૮:૫૨, ૨૮ જૂન ૨૦૨૫ (IST)ઉત્તર

પાનામાં બદલાવ ઇતિહાસ

[ફેરફાર કરો]

આ જુઓ 103.1.103.78 ૧૩:૨૩, ૨૭ જૂન ૨૦૨૫ (IST)ઉત્તર