ચર્ચા:મેઘાણીની નવલિકાઓ ખંડ ૨

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી
(ચર્ચા:મેઘાણીની નવલિકાઓ થી અહીં વાળેલું)

પરિયોજના મેઘાણીની નવલિકાઓ ખંડ ૨[ફેરફાર કરો]

વિકિસ્રોત પર મેઘાણી કૃત હ્રદયસ્પર્શી વાર્તાઓનો સંગ્રહ અક્ષરાંકન કરવા માટે સૌ મિત્રોનાં સહકારથી ચાલુ કરાયેલી આ પરિયોજનામાં આપનું સ્વાગત છે.

  1. દરેક મિત્રને આખું પ્રકરણ ફાળવાયેલું છે. પ્રકરણનાં બધાંજ પાનાની JPG મેઈલ દ્વારા મોકલાશે.
  2. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  3. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  4. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{header
 | title      = [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૨]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/xxx|xxx]]
 | next       = [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

'''[[મેઘાણીની નવલિકાઓ ખંડ ૨]]'''

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

નવી પરિયોજના[ફેરફાર કરો]

મેઘાણીની નવલિકા ભાગ - ૨ નામે ઉત્તમ વાર્તા સંગ્રહ ને નવી પરિયોજના તરીકે હાથ લેતા આનંદ અનુભવું છું. ભાઇ શ્રી વ્યોમભાઇ એ બતાવેલા માર્ગ નું અનુસરણ કરી શકું તો ધન્યતા અનુભવીશ. આપ સૌ ના સહકાર વિશે તો મને મુદ્દલ શંકા નથી.

પરિયોજનામાં જોડાવવા માટે આપનું નામ નીચે જણાવશો. અને સાથે આપનું ઇ-મેઇલ આઇડિ પણ આપશો. જેથી સત્વરે એક એક પ્રકરણ મોકલી શકાય. મારું ઇ-મેઇલ આઇડી maharshi_d_mehta@yahoo.com છે. સીતારામ... મહર્ષિ --૦૧:૪૦, ૩૦ જૂન ૨૦૧૨ (IST)

    1. મહર્ષિભાઈ, મને પણ પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૧૫:૩૮, ૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
      1. મહર્ષિભાઈ, મને પણ પ્રકરણ મોકલશો.--Dkgohil (talk) ૦૧:૧૧, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

સહકાર આપતા સભ્યો ની યાદી[ફેરફાર કરો]

  1. સુશાંતભાઇ -- પ્રકરણ ૪, ૫, ૮, ૧૦, ઝવેરચંદ મેઘાણી : સાહિત્ય-જીવન
  2. અશોકભાઇ -- પ્રકરણ ૩, ૧૬, ૧૭, મેઘાણી સાહિત્ય, ૬
  3. ધવલભાઇ -- પ્રકરણ ૨,
  4. વ્યોમભાઇ-૧, ૨૦
  5. એ.એમ.વૈષ્ણવ ભાઇ -- પ્રકરણ નિવેદન, ૧૫, ૯, ૧૮, ૭, ૧૯
  6. સતિષચંદ્રભાઇ -- પ્રકરણ ૧૨,
  7. દેવેન્દ્રસિંહજી ગોહિલ -- પ્રકરણ ૧૧,
  8. સંજ્યભાઇ -- પ્રકરણ ૧૪,
  9. મહર્ષિ-- પ્રકરણ ૧૩

નવલિકા ભાગ[ફેરફાર કરો]

મહર્ષિભાઈ આ પુસ્તક મેઘાણીની નવલિકાઓ ભાગ ૧ છે કે ૨?--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૫૩, ૩૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

ભાગ-૨ સીતારામ....મહર્ષિ --85.180.24.175 ૧૬:૩૩, ૩૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
તો પછી શીર્ષકમાં ભાગ-૨ ઉમેરવું કે નહિં? તમારો શું વિચાર છે?--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૫૭, ૩૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
ભાગ -૨ ઉમેરો. મારી પાસે ભાગ-૧ની પણ ઉપલબ્ધિ છે. પરિયોજનામાં બંને ભાગ સમાવી લેવાનો સુઝાવ છે. --Sushant savla (talk) ૧૯:૫૧, ૩૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
વાહ, આ તો ખરેખર જોરદાર વાત થઈ. મજા આવી ગઈ. સૂઝાવને હું તો સહર્ષ વધાવી લઊં છું. બાકી અન્ય લોકો ક્યાં છો યાર વિચાર તો જણાવો. અને સુશાંતભાઈ મુખપૃષ્ઠ પર હવે ભદ્રંભદ્રને પદભ્રષ્ટ કરી અને સુધારાનો પવન લહેરાવો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૫૯, ૩૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
વાહ, હું આજે જ ભારત થી કોઇક પાસે ભાગ-૧ સ્કેન કરાવવાનું વિચારતો હતો ત્યાં સુશાંત ભાઇએ પ્રશ્નનો નિકાલ લાવી દિધો. શિર્ષક માં ભાગ એક-બે એમ કરવા કરતા અનુક્રમણીકાનું પાનું છે ત્યાં જ બે-કોલમમાં બન્ને ભાગો સમાવી લઈયે તો કેમ? બીજી રીતે જોઇયે તો વિકિ માં તો બન્ને અલગ પુસ્તક તરીકે જ રહે તે પણ યોગ્ય જ ગણી શકાય. આમ હું ઉભય રીતે સંમ્મત છું. સીતારામ.... મહર્ષિ --85.180.26.250 ૨૦:૧૨, ૩૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
મહર્ષિભાઇ, મારો વિચાર એવો છે કે બંને પુસ્તકો અલગ છે. તો પછી બંને ને અલગ જ રાખવા. જો કે અનુક્રમણિકામાં ઉપર એવી ચોખવટ કરીએ બે અલગ પુસ્તક છે તો બીજી રીતે પણ કરી શકાય.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૨૧, ૩૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત... એવું જ કરીયે. બન્ને અલગ જ રાખીયે.. સીતારામ... મહર્ષિ --૨૦:૨૫, ૩૦ જૂન ૨૦૧૨ (IST)
બંનેને અલગ જ રાખો.--Sushant savla (talk) ૨૨:૧૬, ૩૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
બંન્ને ભાગ અલગ પેટામથાળા હેઠળ જ મેલો. (અને ભાઈ હવે અમારા ભોગામાં આવતાં પરકરણુનાં મેઈલુ તો મોકલો ! (વિદ્વતાપૂર્ણ ભદ્રંભદ્રીય ભાષાને સ્થાને હવે થોડો સમય તળપદી ભાષાયુ વપરાહે !!) આભાર. (તા.ક. ઉપર મથાળાનાં ઢાંચામાં મેઘાણીની નવલિકાઓ/xxx|xxxની જગ્યાએ મેઘાણીની નવલિકાઓ ૨/xxx|xxx વગેરે કરશો તો વધારે સહેલું પડશે, અન્યથા જ્યારે ખંડ ૧ આવશે ત્યારે ગોટો થાહે ! પછેં કે‘તા નહિ કે ભગો બોલ્યો નૈ !! :-) )

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૫, ૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ખંડ ૨ તરીકે ઉમેરી દિધું છે.. પરમ-દિવસે પરિયોજના આગળા ચલાવીશું.... સીતારામ, મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૧૬, ૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]


ભાઇ શ્રી ધવલભાઇ, કુશળ હશો. હાલમાં અર્પણનું પાનું દૂર કરવામાં આવ્યું છે. તમારો તર્ક સાચો લાગ્યો કે એમા બહુ આછું લખાણ હતું. પણ એ મુકવા પાછળ સર્જકની લાગણીને માન આપવાનો ભાવ હતો. મારું માનવું છે કે આવ ટૂકા પાન રાખવા કારણ કે એ સર્જકની પણ ઇચ્છા હતી, વળી એમ કરવાથી ખરેખર આ પુસ્તક વાચતા હોય તેવો ભાવ પણ આવે. છતા આપને તથા અન્ય સભ્યો ને યોગ્ય લાગે તેમ નિર્ણય લેશું. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૦:૦૮, ૮ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

માફ કરશો મહર્ષિભાઈ, કયા પાના વિષે વાત કરો છો? અર્પણનું પાનું એટલે કયું પાનું. મને આની પૃષ્ઠભૂમિ સમજાવશો?--Dsvyas (talk) ૦૪:૩૯, ૮ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ઓહ, સમજ્યો. ના ભાઈ ના. દૂર કશું નથી કર્યું. કોઈક કારણે શરૂઆતથી પાનાંનાં શીર્ષકમાં creating એવો શબ્દ ભળતો હતો, જે અજાણતામાં મૂળ પાનાની અનુક્રમણિકામાં પણ હતો. ફક્ત એ બિનજરૂરી અંગ્રેજી શબ્દવાળું જ અર્પણનું પાનું દૂર કર્યું છે અને એમ તો નિવેદન પણ દૂર કર્યું. પણ creating મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/અર્પણ અને creating મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/નિવેદન એ બે પાનાંના શીર્ષક બદલીને મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/અર્પણ અને મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/નિવેદન તરીકે તેમને રાખ્યા છે. મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ની અનુક્રમણિકા સુધારી નહોતી એટલે એવું લાગ્યું હશે કે એ પાનું દૂર કર્યું, પણ મેં ત્યાં અનુક્રમણિકામાંથી પણ એ શબ્દ દૂર કર્યો છે એટલે તમને આ બંને પાનાંની કડીઓ પૂર્વવત: જોવા મળશે જ.--Dsvyas (talk) ૦૪:૪૫, ૮ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
શરતચુક બદલ ક્ષમા... મને એમ કે બહુ ઓછું લખાણ હોવાથી પાનું હટાવવામાં આવ્યું છે. એના લોગ મેસેજ માં એવું લખ્યું હતું એટલે. હવે બરાબર દેખાય છે... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk)

ભુલશુદ્ધિ મદદ[ફેરફાર કરો]

ભાઇયો, શું અવતરણ ચિહ્નો આગળ ખાલી જગ્યા મુકવી જોઇયે(?) ?

"!" અથવા "?" ની આગળ એક ખાલી જગ્યા મુકવાનો રિવાજ છે. પણ પૂર્ણવિરામ કે અલ્પવિરામ આગળ આપણે એક જગ્યા નથી મુકતા. સાચું શું? મદદ કરશો. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)

હું સમજ્યો છું તેમ, અલ્પ વિરામ, પૂર્ણવિરામની આગળ ખાલી જગ્યા નથી મેલાતી. હા તેના પછી નવો શબ્દ કે વાક્ય ચાલુ કરતાં પહેલાં એક જગ્યા ખાલી મેલાય છે. ! અને ? પહેલાં ખાલી જગ્યા મેલવાનો નિયમ નથી કિંતુ આપણે યુનિકોડમાં સ્પષ્ટ દેખાય એ માટે એક જગ્યા ખાલી મેલીયે છીએ. ઉદા: (અશોક,અશોક --- અશોક, અશોક / અશોક! -- અશોક !)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૭, ૧૩ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
તો ફક્ત સરખું દેખાય એટલા માટે જ આ રીત અપનાવી છે એમ માનવું ? વ્યાકરણનો નિયમ એવો મારા પણ ધ્યાન માં નહોતો આવ્યો. ઘણી જગ્યાએ આવું જોયું એટલે થયું કે લાવ ને પુછવા તો દે. આપનો આભાર માનું છું. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૦:૫૪, ૧૪ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
હા ! સાચી વાત. વિરામ ચિહ્નો અને સ્પેસ વિષયે વ્યાકરણમાં ખાસ ચોખવટ નહિ મળે. લખાણને વાંચવા લાયક કે રમ્ય બનાવવા અર્થે, છાપકામ કે કૉમ્પુટર લખાણ હોય તો ફોન્ટની વ્યવસ્થાઓને અનુકૂળ રહી ને, સૂવાચ્ય ઢબે વિરામચિહ્નો મેલવામાં કશું ખોટું નહિ. છપાયેલાં પુસ્તકોમાં મોટાભાગે આ પ્રથા જોવા મળશે જ. જો કે અંતે એ ફોન્ટ કયા વપરાયા તે પર આધારીત છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૧, ૧૪ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
મેં ક્યાંક વાંચ્યું હતું કે ગુજરાતીમાં અવતરણ ચિહ્નો અને ઉદ્‌ગાર ચિહ્નો હતા નહી. અંગ્રેજી ભાષાનો વ્યાપ વધતા આપણે તે અને અન્ય ચિહ્નો અપનાવ્યા. ગુજરાતી ભાષાના અને જોડણીના નિયમો સમયાંતરે તાજા કરવામાં આવતા નથી, અને તે કારણે તેને સંદર્ભે કોઈ ચોક્કસ માહિતી એક જ સ્થળેથી ના મળે તે શક્ય છે. પણ આપણે આવા ચિહ્નો બાબતે અંગ્રેજી ભાષાના નિયમોને અનુસરિએ તો કશું ખોટું નહિ. અને તે કારણે પૂર્ણવિરામ અને અલ્પવિરામની માફક ઉદ્‌ગારચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન પહેલા પણ ખાલી જગ્યા ના છોડવી એવો આગ્રહ રાખીએ તો સારૂં, બાકી તો અશોકભાઈએ ઉપર કહ્યું તેમ, એ જગ્યા છોડવાનું ફક્ત ફોન્ટ્સમાં સ્પષ્ટ પણે દેખાય તે કારણે જ છે. છપાયેલા પુસ્તકોમાં પણા મારા ખ્યાલે જૂના બીબાવાળા છાપકામના પુસ્તકોમાં જ એ રીતે જોવા મળે છે, નવા પુસ્તકોમાં પ્રશ્નાર્થ પહેલા તો સ્પેસ જોયાનું ધ્યાને નથી. પણ છતાં આપણે નવા પુસ્તકોનો થોડોઘણો અભ્યાસ કરીને અહિં એક સાર્વત્રિક નિયમ ઘડી કાઢીએ તો સારૂં.--Dsvyas (talk) ૦૨:૨૮, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મને તો આમ પણ વ્યાકરણમાં બહુ ફાવટ નથી. છતા આવા ચિહ્નો બાબતે સાર્વત્રિક નીતિ ઘડવી સારી. મેં આ પરિયોજનામાં દરેક પ્રશ્નાર્થ અને ઉદ્ગાર ની આગળ એક ખાલી જગ્યા રાખેલી છે. આમ જોઇયે તો આવી જગ્યા છોડવી એ વ્યાકરણનો નિયમ ન હોવો જોઇયે કારણ કે આવું કરવાથી એ એક શબ્દ તરીકે ગણાય, પણ બીજી બાજુ ક્યારેક આવા ચિહ્નો આખે આખા વાક્યની પણ ગરજ સારતા જોવામાં આવે છે.. જોઇયે અન્ય મિત્રો નો મત શું પડે છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૫૫, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
વ્યાકરણની દૃષ્ટિએ તો નિયમ શું છે એ મને જાણ નથી પણ દેખાવની રીતે જોઈએ તો જગ્યા છોડ્યા વગર પણ ચાલે તેમ છે. બાકી જો એવો કોઈ નિયમ હોય કે પ્રશ્નાર્થ કે આશ્ચર્યચિહ્ન પહેલાં જગ્યા છોડવી તો તેને આપણે અનુસરવું જ રહ્યું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૪૧, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ઉપર મેં કહ્યું તેમ, જગ્યા છોડવી જ એવો કોઈ નિયમ નથી, પરંતુ અંગ્રેજીમાં જગ્યા ના જ છોડવી તેવો નિયમ છે. આપણે તેને પાયામાં રાખીને વિચારી શકીએ.--Dsvyas (talk) ૧૭:૦૨, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]