ચર્ચા:સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૯. ગોખલે સાથે એક માસ—૩
નવો વિષયનોંધ: હું આ પ્રકરણમાં રહેલી ટાઈપીંગ ભૂલ સુધારવાનો પ્રયાસ કરું છું. હાલનું પ્રકરણ આ પ્રમાણે છે.
કાલિ માતાને નિમિત્તે થતોઇ વિઅરાઅળ યજ્ઞ જોઈને બંગાળી જીવન જાણવાની મારી ઈચ્છા વધી. બ્રહ્મસમાજને વિષે તો ઠી ઠીક વાંચ્યું-સંભળ્યું હતું. પ્રતાપચંદ્ર મજમુદારનું જીવન વૃત્તાંત થોડું જાણતો હતો. તેમનાં વ્યાખ્યાનો સાંભળવા ગયો હતો. તેમનું લકેલ કેશવચંદ્ર સેનનૌં જીવનવૃત્તાંત મેળવ્યું અને અતિ રસપૂર્વક વાંચી ગયો. સાધારાણ બ્રહ્મ સમાજ અને આદિ બ્રહ્મ સમાજનો ભેદ જાણ્યો. પંડિત શિવનાથ શાસ્ત્રીના દર્શન કર્યાં. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરનાં દર્શન કરવા પ્રો. કાથવટે અને હું ગયા. પણ તેઓ તે વેળા કોઈને મળતા નહોતા, તેથી તેમનઆં દર્શન ન થઈ શક્યાં. પણ તેમને ત્યાં બ્રહ્મસ્માજનો ઉત્સવ હતો તેમાં જવા અમને નોતરેલા તેથી અમે ગયા અહ્તા, ને ત્યાં ઊંચા પ્રકારનું બંફ્ગાળી સંગીત સાંભળવા પામ્યા. ત્યારથી જ બંગાળી સંગીત ઉપરનો મારો મોહ જામ્યો.
બ્રહ્મ સમાજનું બની શકે તેટલું નિરીક્ષણ કર્યા પછી સ્વામી વિવેકાનંદનાં દર્શન ન કરું એમ તો બને જ કેમ? અતિ ઉત્સાહ પૂર્વક હું બેલૂર મઠ લગી ઘણે ભાગે ચાલીને ગયો. પૂરો ચાલ્યો કે અરધો, એ મને અત્યારે યાદ નથી. મઠનું એકાંત સ્થાન મને ગમ્યું. સ્વામીજી બીમાર છે, તેમને મળાય એમ નથી, અને એઓ પોતાને કલકત્તાને ઘેર છે એમ ખબર સાંભળી નિરાશ થયો. ભગિની નિવેદિતાના રહેઠણના ખબર મેળવ્ય. ચોરંઘીના એક મહેલમાં તેમના દર્શન પામ્યો. તેમના દમામથી હું હેતબઈ ગયો. વાતચીતમાં પણ અમારો બહુ મેળ ન જામ્યો. મેં આ વાત ગોખલે ને કરેલી. તેમણે કહ્યું : 'એ બાઈ બહુ તેજ છે, એટાલે તમરો મેળ ન મળે એ હું સમજું છું.'
ફરી એક વાર તેમનો મેળાપ મને પેસ્તનજી પાદશાહને ઘેર થયેલો. પેસ્તનજીનાં વૃદ્ધ માતાને તે ઉઅપ્દેશ આપતાં હતાં, તેવામાં હું તેમને ત્યાં જઈ પોઅહોંચેલો. એટલે હું તેમની વચ્ચે દુભાષિયો બન્યો હતો. ભગિનીનો હુંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ ઊભરાઈ જતો હતો એટલું તો, હું અમારો મેળ ન મળતાં છતાં, જોઈ શક્યો હતો. તેમના પુસ્તકોનો પરિચય પાછળથી કર્યો.
દિવસના મેં વિભાગ પાડ્યા હતા.એક ભાગ દક્ષિણ અફ્રિકાના કામને અંગે કોલકત્તામાં રહેતા આગેવાનોને મળવામાં ગાળતો, ને એક ભાગ કલકત્તાની ધાર્મિક સંસ્થાઓ અને બીજી જાહેર સંસ્થાઓ જોવામાં. એક દિવસ મેં, બોઅર લડાઈમાં હિંદી સારવાર-ટુકડીએ જે કામ કર્યું હતું, તેઉપર દા. મલિકના પ્રમુખ પણ હેઠળ ભાષણ આપ્યું. 'ઈંગ્લીશમૅન' સાથેનો મારો પરિચય આ વખતે પણ બહુ મદદગાર નીવડ્યો. મિ. સૉન્ડર્સ આ વેળા બિમાર રહેતા. પણ તેમની મદદ તો ૧૮૯૬ની સાલમાં મળેલી તેરાલી જ મળી. આ ભાષણ ગોખલે ને ગમ્યું હતું. અને જ્યારે દા. રૉયે મારા ભાષણનાં વખાણ કર્યાં ત્યારે તે બહુ રાજી થયા.
આમ ગોખલેની છાયા નીચે રહેવાથી બંગાળમાં મારું કામ બહુ સરસ થઈ પડ્યું. બંગાળના અગ્રગણ્ય કુટુંબોની માહિતી હું સહેજે પામ્યો ને બંગાળ સાથે મારે નિકટ સંબંધ થયો. આ ચિરસ્મરણીય માસનાં ઘણાં સ્મરણો મારે છોડવા પડશે. તે મસમાં હું બ્રહ્મદેશ પણ ડૂબકી મારી આવ્યો હતો. ત્યાંના ફૂંગીઓની મુલાકાત કરી. તેમના આળસથી દુઃખી થયો. સુવર્ણ પૅગોડાના દર્શન કર્યાં. મંદિરમાં અસંખ્ય નની મીણબત્તીઓ બળતી હતી તે ન ગમી. મંદિરના ગર્ભગૃહમાં ઉંદરોને ફરતા જોઈ સ્વામી દયાનંદનો અનુભવ યાદ આવ્યો. બ્રહ્મદેશની મહિલાઓની સ્વતંત્રતા, તેમનો ઉત્સાહ, ને ત્યાંના પુરુષોની મંદતા જોઈ મહિલાઓ ઉપર મોહ પામ્યો ને પુરુષોને વિષે દુ:ખ થયું. મેં ત્યારેજ જોયું કે, જેમ મુંબઈ હિંદુસ્તાન નથી તેમ રંગૂન બ્રહ્મદેશ નથી; અને જેમ હિંદુસ્તાનમાં અંગ્રેજ વેપારીઓના આપણે કમિશન એજન્ટ બન્યા છીએ તેમ બ્ર્હ્મદેશમાં આપણે અંગ્રેજોની સાથે મળીને બ્રહ્મદેશવાસીઓને કમિશન એજન્ટ બનાવ્યા છે.
બ્રહ્મદેશથી પાછા ફરીને મેં ગોખલે પાસેથી વિદાયગીરી લીધી. તેમનો વિયોગ મને સાલ્યો, પણમારું બંગાળનું - અથવા ખરી રીતે કલકત્તાનું - કામ પૂરું થયું હતું.
ધંધે વળગું તે પહેલાં મારો વિચાર હિંદુસ્તાનાનો નાનકડો પ્રવાસ ત્રીજા વર્ગમાં કરી, ત્રીજા વર્ગના મુસાફરોનો પરિચય કરવાનો અને તેમનાં દુઃખો જાણી લેવાનો હતો. ગોખલે આગળ મેં આ વિચાર મૂક્યો. તેમણે પ્રથમ તો તે હસી કાઢ્યો. પન જ્યારે મેં મારી આશાઓનું વર્ણન કર્યું, ત્યારે તેમણે ખુશીથી મારી યોજનાને સંમતિ આપી. મારે પહેલું તો કાશીજી જઈ વિદુષી એની બેસંટના દર્શન કરવાનું હતું. તેઓ તે વખતે બિમાર હતાં.
આ મુસાફરીને સારુ મરે નવો સામાન વસાવવાનો હતો. એક ડબ્બો પિત્તળનો ગોખલી જ આપ્યો ને તેમાં મારે સારુ મગજના લાડુ અને પૂરી મુકાવ્યાં. એક બાર આનાની કંતાનની પાકીટ લીધી. છાયા- (પોરબંદર નજીકનું ગામ)ની ઊનનો ડગલો બનાવડાવ્યો હતો. પાકીટમાં એ ડગલો, ટુવાલ, પહેરણ અને ધોતીયું હતાં. ઓઢવાને સારુ એક કામળી હતી. ઉપરાંત એક લોટો સાથે રાખ્યો હતો. આટલો સામાન લઈને હું નીકળ્યો.
ગોખલે અને દા. રૉય સ્ટેશન ઉપર મને વળવવા આવ્યા. બન્નેને મેં ન આવવા વીનવ્યા. પણ બન્ની આવવાનો આગ્રહ પકડી રાખ્યો. 'તમે પહેલા વર્ગમાં જાત તો કદાચ હું ન આવત, પણ હવે તો મરે આવવું જ છે,' ગોખલે બોલ્યા.
પ્લૅટફૉર્મ ઉપર જતાં ગોખલેને તો કોઈએ ન રોક્યા. તેમણે પોતાનો રેશમી ફેંટો બાંધ્યો હતો ને ધોતીયું તથા કોટ પહેર્યાં હતાં. દા. રૉયે બંગાળી પોશાક પહેર્યો હતો. એટલે તેમને ટિકિટ-માસ્તરે અંદર આવતાં પ્રથમ તો રોક્યા, પણ ગોખલેએ કહ્યું, 'મારા મિત્ર છે,' એટલે દા. રૉય પણ દાખા થયા. આમ બન્ની મને વિદાય આપી.
(પૂર્ણ)
સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૯. ગોખલે સાથે એક માસ—૩ વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિસ્રોત the best that it can be. You can use this page to start a discussion with others about how to improve સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૯. ગોખલે સાથે એક માસ—૩.