ચલો મન ગંગા-જમુના તીર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ચલો મન ગંગા-જમુના તીર.

ગંગા જમના નિરમલ પાણી
શીતલ હોત શરીર,

બંસી બજાવત ગાવત કાન્હો,
સંગ લિયે બલવીર ... ચલો મન.

મોર મુગુટ પીતાંબર સોહે
કુંડલ ઝળકત હીર,

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણકમલ પર શીર ... ચલો મન.