ચાલોને લાલા માલતીરા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ચાલોને લાલા માલતીરા
પ્રેમાનંદ સ્વામીચાલોને લાલા માલતીરા,
બાગમેં બિરાજો... ચાલોને ટેક

સેવતીરી સુંદર કલિયાં બીન બીન,
મારુ થારો મુકુટ ભરાજો... ચાલોને ૧

ગજરા બાજૂ તોરા હાર પહેરાવી,
નેણાં ભરી નાથ નિરખાજો... ચાલોને ૨

અંબ કદંબરી કુંજમેં કહાના,
મીઠી મીઠી મોરલી બજાજો... ચાલોને ૩

પ્રેમાનંદ કહે પ્રીત કરીને,
પ્યારા થારો પ્રેમરસ પાજો... ચાલોને ૪