ચુંદડી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ચુંદડી
ઝવેરચંદ મેઘાણી
ઢાળ : ધુંબડી સહિયરમં રમે


ચુંદડી ચૌદ લોકમાં ગોતું,

આભમાં ગોતું
ગેબમાં ગોતું
સાત પાતાળે ઘૂમતી ગોતું. ચુંદડી૦

ચૂંદડી ચાર રંગોમાં બોળી !
લાલ પીળા પરભાતમાં બોળી,
ચાંદલી પુનમ રાતમાં બોળી,
વીજળી કેરા હોજમાં બોળી,
મેઘધનુના ધોધમાં બોળી. ચુંદડી૦

ચુંદડી ચાર ચોકમાં ઓઢું !
માનસરોવર ઝીલતી ઓઢું,
આભના વેલ્યે વીણતી ઓઢું,
ડુંગરે ડુંગર દોડતી ઓઢું,
વાયરા ઉપર પ્ઢતી ઓઢું. ચુંદડી૦

ચુંદડી ચાર છેડલે ફાટી !
રાસડા લેતાં,
તાળીઓ દેતાં,
સાગરે ના'તાં નીરમાં ફાટી. ચુંદડી૦

-૦-