જય શ્રીનારાયણ સર્વકારણ સદા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
જય શ્રીનારાયણ સર્વકારણ સદા
પ્રેમાનંદ સ્વામીજય શ્રીનારાયણ સર્વકારણ સદા,
  જય શ્રીઅક્ષરપતિ અંતરયામી... ટેક
જય શ્રીધર્માત્મજ પ્રગટ પુરુષોત્તમ,
  જય શ્રીસહજાનંદ સુખદ સ્વામી... જય ૧

રટત દશશત વદન નિગમ અગમ સદા,
  જયસિ ત્વં નમત સુર શીશ નામી;
જયસિ ત્વં ભજત મુનિ ભક્ત નિષ્કામજન,
  જય શ્રીદાતાર કૈવલ્યધામી... જય ૨

કાલ માયા પુરુષ રચત બ્રહ્માંડ બહુ,
  પરમ પુરુષ તવ દ્રષ્ટિ પામી;
હોત પાલન પ્રલય તવ ભ્રૂકુટિ ભંગ કરી,
  જય શ્રી સર્વેશ્વર અહં નમામિ... જય ૩

જય શ્રીકમલાપતિ જય શ્રીનૈષ્ઠિક જતિ,
  જયસિ ત્વં ભજત પુરુષ અકામી;
જય શ્રીપરમેશ્વર તવ ચરણ શરણ મેં,
  આયો પ્રેમાનંદ ગરુડ ગામી... જય ૪