જવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રિય દેશવાસીઓ,

ભારતની સેવા કરવાની અને તેની સ્વતંત્રતાનો હિસ્સો બનવાની મને તક મળી તે માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું. આજે સૌપ્રથમ વખત ભારતીયોના સેવક તરીકે આધિકારીક રીતે હું તમને સંબોધન કરી રહ્યો છું, તમારી સેવા અને વિકાસ માટે પ્રતિજ્ઞાબધ્ધ. હું અહીં છું કારણકે તમે એમ ઈચ્છતા હતા અને જ્યાં સુધી તમે મને તમારા વિશ્વાસથી ઉપકૃત કરશો ત્યાં સુધી એમ જ રહીશ.

આપણે આજે મુક્ત અને સાર્વભૌમ લોકો છીએ અને ભૂતકાળના બોજો થી મુક્ત થયા છીએ.આપણે વિશ્વ તરફ સમાન અને મિત્રતાભરી આંખોથી અને આત્મવિશ્વાસ ભરેલા ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ.

વિદેશીઓની હકૂમત જતી રહી છે. તો ચાલો હવે આપણે એકનિષ્ઠતા અને ધ્યેય પ્રાપ્તિની ઝંખના સાથે આપણાં નવા કાર્યો તરફ વળીએ, જે આપણા મહાન નેતાએ આપણને શીખવ્યા છે. ગાંધીજી આપણા સદનસીબે આપણને પ્રેરણા આપવા અને સાચા રસ્તે દોરવા અને મહાનતમ સત્ય તરફ આપણને લઈ જવા આપણી સાથે છે. તેમણે ઘણાં વખત પહેલેથી આપણને શીખવ્યું છે કે ધ્યેય અને આદર્શોને મેળવવાના રસ્તાઓ માટે તેમને કદી છોડી શકાય નહીં, અને એ કે ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો પણ શુધ્ધ હોવા ઘટે. જો આપણે જીવનમાં ઉંચા આદર્શો લક્ષ્યમાં રાખીશું, જો આપણે એક એવા મહાન દેશ તરીકે ભારતની કલ્પનાને સાકાર કરવા પ્રયત્ન કરીશુ જે તેના સદીઓ જૂના શાંતિ અને સ્વતંત્રતાના સંદેશને બીજાઓ સુધી પહોંચાડશે, તો આપણે પોતે મહાન બનવું પડશે અને ભારતમાતાના સાચા સપૂત બનવુ પડશે. આખાય વિશ્વની આંખો આજે આપણા ઉપર છે, અને પૂર્વમાં થયેલા આ સ્વતંત્રતાના સૂર્યોદયને જોઈ રહી છે, એ સમજવા માંગે છે કે આ શું છે?

આપણું તાત્કાલીક અને પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ બધા આંતરીક મતભેદો અને હિંસા રોકવી. જે આપણને સમગ્ર વિશ્વમાં કદરૂપા અને નીચા દેખાડી શકે છે. અને આપણી સ્વતંત્રતાના કારણને હાની પહોંચાડી શકે છે. આ બધી તકલીફો મોટી નાણાંકીય તકલીફો અને એ લોકોના રૂપે આપણી તરફ આવે ચે જે તાત્કાલીક આપણું ધ્યાન માંગે છે.

આપણું વિશ્વયુધ્ધમાં હોવું અને તે પછીનાં અનેક પ્રસંગોએ આપણને અનેક તકલીફોનો સમૂહ ભેટમાં આપ્યો છે. અને આજે આપણા લોકો ખોરાકના અને કપડાંના અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુ ના અભાવે જીવે છે અને આપણે મોંઘવારી અને વધતા જતાં ભાવના વિષચક્રમાં ફસાતા જઈએ છીએ. આપણે આ બધી તકલીફો તરતજ ઉકેલી શકવાનાં નથી. પણ આપણે તેમના ઉકેલમાં મોડું પણ કરી શકીએ એમ નથી. તેથી આપણે ચતુરાઈપૂર્વક આયોજન કરવું પડશે કે જેથી લોકો પર તેનો બોજો ઓછો પડે અને તેમનુ જીવનધોરણ ઉંચુ આવે. આપણે કોઈનું ખરાબ ઈચ્છતાં નથી પણ એ બધાંયને એકદમ સ્પષ્ટપણે સમજાઈ જવું જોઈએ કે આપણા લાંબા સમયથી તકલીફમાં જીવતા લોકોની તકલીફો પહેલા આવે છે, અને તેમની તકલીફોનું સમાધાન થવું જ જોઈએ. આપણે જૂની જમીન પધ્ધતિઓ બદલવી પડશે, અને આપણે ઔદ્યોગિકરણ મોટા પરંતુ સંતુલિત ધોરણે શરૂ કરવું પડશે, જેથી દેશની સંપત્તિમાં વધારો થાય અને આ રીતે આપણી રાષ્ટ્રીય સંપત્તિ સમાન ધોરણે વહેંચી શકાય.

ઉત્પાદન આજે આપણી સૌથી વધુ અગ્ર જરૂરત છે, અને દરેક કાર્ય જે તેને અટકાવવા કે ઓછું કરવા થશે તે દેશ વિરુધ્ધનું કાર્ય હશે, અને ખાસ કરીને મજૂરી કરતા આપણા લોકોના માટે તે ખૂબ નુકસાનકારક હશે. પણ ઉત્પાદન એકલું પૂરતું નથી, કારણકે એનાથી સંપત્તિનું કેન્દ્રિકરણ ફક્ત થોડાક હાથોમાં જ થશે, જે પ્રગતિના રસ્તે અવરોધ રૂપે આવશે અને દેશમાં અસમાનતા, અસંતુલિતતા અને ઝઘડા લાવશે. તેથી સમાન અને પૂરતું વિકેન્દ્રિકરણ દરેક તકલીફના ઉકેલ માટે જરૂરી છે.

ભારત સરકાર અત્યારે નદીઓના આસપાસના ફળદ્રુપ પ્રદેશોના વિકાસ માટે નદીઓના પ્રવાહને કાબૂમાં કરીને અનેક યોજનાઓ હાથ ધરશે, બંધો બનાવવા, તળાવો બનાવવા અને પાણી પૂરવઠા વડે તથા જળ વિદ્યુત યોજનાઓ વડે લોકવિકાસના કાર્યો થશે. આ સાર્વત્રિક વિકાસ હશે. આ યોજનાઓ બધાંય આયોજનનાં મૂળમાં છે અને અમે તેને બને તેટલી ઝડપથી પૂરી કરવા પ્રયત્ન કરીશું જેથી લોકસમૂહો તેનો ફાયદો મેળવી શકે.

આ બધું માંગે છે શાંતિપૂર્વકના સંજોગો અને લાગતા વળગતાં બધાંયનો સાથ અને સહકાર, અને સખત અને સતત મહેનત. ચાલો આપણે આપણી જાતને આ મહાન અને ફાયદાકારક કાર્યમાં જોડીએ અને આપણા આંતરિક ભેદભાવો અને ઝઘડા ભૂલી જઈએ. દરેક વસ્તુ માટે સમય હોય છે, સમય હોય છે ઝઘડવાનો, સમય હોય છે હાથમાં હાથ મેળવી કામ કરવાનો, સમય હોય છે કામ કરવાનો અને સમય હોય છે આનંદ કરવાનો. આજે લડવાનો સમય નથી કે મોજમજાનો સમય નથી. જ્યાં સુધી આપણે સફળ ન થઈ જઈએ. આજે, આપણે એક બીજા સાથે સહયોગ કરવો રહ્યો અને સાથે કાર્ય કરવું રહ્યું, અને સાચી ભાવનાથી કામ કરવું પડશે.

હું આપણી સેનાને પણ આજે થોડાક શબ્દો કહેવા માંગું છું, સિવિલ અને મિલિટ્રી, જૂના ભેદભાવો અને વાડાઓ જતા રહ્યા છે, અને આજે આપણે સ્વતંત્ર છીએ અને ભારતના સંતાનો છીએ, આપણા દેશની સ્વતંત્રતા માટે ગર્વ અનુભવીએ છીએ અને તેની સેવા માટે સાથે હાથ મેળવવા જઈ રહ્યા છીએ. આપણું બધાનું સામાન્ય પરીબળ છે “ભારત” આગળ આવનારા મુશ્કેલ દિવસોમાં, આપણી સેના અને આપણા વિશેષજ્ઞોએ મહત્વની ભૂમીકા ભજવવાની છે, અને આપણે તેમને ભારતની સેવાના સિપાહીઓ તરીકે આવકારીએ છીએ.