ઝુલાવું પ્યારા હિંડોળે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઝુલાવું પ્યારા હિંડોળે
પ્રેમાનંદ સ્વામી
હિંડોળા (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)ઝુલાવું પ્યારા હિંડોળે,
ઝુલાવું પ્યારા... ટેક

હળવે હળવે ઝુલાવું હરિવર,
પ્રાણજીવન મારા... ૧

ગજરા બાજુબંધ હાર પહેરાવું,
ગૂંથી ગૂંથી સારા... ૨

નેણાં ભરીને નીરખું નટવર,
નેણુંના તારા... ૩

પ્રેમાનંદના નાથ હૈયાના,
હાર છો હજારા... ૪