તમે પધારો વનમાળી રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

હાં રે મેં તો કીધી છે ઠાકોર થાળી રે,
હવે તમે પધારો વનમાળી રે ... હાં રે મેં તો.

પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી, માંહે નથી બાસુંદી કે પૂરી,
મારે સાસુ નણદી છે શૂળી ... પધારો વનમાળી રે.

પ્રભુ ભાતભાતના લાવું મેવા, તમે પધારો વાસુદેવા,
મારે ભુવનમાં રજની રહેવા ... પધારો વનમાળી રે.

પ્રભુ કંગાલ તોરી દાસી, પ્રભુ પ્રેમના છો તમે પ્યાસી,
દાસીની પૂરજો આશી ... પધારો વનમાળી રે.

હાંરે મેં તો તજી છે લોકની શંકા, પ્રીતમ કા ઘર હૈ બંકા,
બાઈ મીરાંએ દીધા ડંકા ... પધારો વનમાળી રે.