લખાણ પર જાઓ

તરલા

વિકિસ્રોતમાંથી
તરલા
ભોગીન્દ્ર દિવેટીયા
૧૯૧૪




“સ્ત્રી બોધ”નો વધારો
જાન્યુઆરી, ૧૯૩૦
 




તરલા
 અથવા
 ઉર્મિનો આવેગ




“સ્ત્રીબોધ”ના ગ્રાહકોને ભેટ : ઈ.સ. ૧૯૩૦





લેખક :
સ્વ. ભોગીન્દ્રરાવ દિવેટીઆ.
 




“તરલા” ના લેખક●●●●●●




સ્વ. ભોગીન્દ્રરાવ આર. દીવેટીઆ, બી. એ.


“જ્ઞાનવર્ધક પુસ્તકમાળા” : પુ. ૬૧ મું


તરલા
અથવા
ઊર્મિનો આવેગ

લેખક—
સ્વ. ભોગીન્દ્રરાવ રતનલાલ દીવેટીઆ, બી. એ.


ઉપોદ્‌ઘાત લેખક—
શાંતિલાલ ગુલાબદાસ તોલાટ, બી. એ.

પ્રકાશક:
જીવનલાલ અમરશી મહેતા
સંપાદક—‘જ્ઞાનવર્ધક પુસ્તકમાળા’; મંત્રી–‘સ્ત્રીબોધ’,
પીરમશાહ રોડ; અમદાવાદ.


કિંમત–કવર પેપર રૂ. ૨-૦-૦ પાકું પૂંઠું રૂ ૨-૮-૦


“સ્ત્રીબોધ”ના ૧૯૩૦ના ગ્રાહકોને મફત


મુંબઈના એજંટ:
જીવનલાલ એન્ડ સન્સ
૩૯ર, કાલબાદેવી રોડ–મુંબઈ

 





આવૃત્તિ પહેલી
પ્રત ૨૬૦૦
સન ૧૯૩૦







મુદ્રણસ્થાન
સૂર્યપ્રકાશ પ્રેસ, અમદાવાદ.
મુદ્રક
મૂળચંદભાઈ ત્રીકમલાલ પટેલ.

 



ઉપોદ્‌ઘાત.

છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાતી સાહિત્યે સર્વદેશીય વિકાસ સાધ્યો છે. આ સુંદર પ્રગતિને પરિણામે ગુર્જરી ગીરા નવચેતનવંતી અને ગૌરવભરી બની છે. આ સમયે આ પ્રગતિનાં પ્રેરક પુરોગામીઓને વિસરવાં ન જોઈએ. નવસાહિત્યનાં આ સર્જનમાં બહુ પ્રકાશમાં ન આવેલા અનેક લેખકોએ પોતાનો ફાળો આપ્યો છે. સાહિત્યનો ઈતિહાસકાર આવી વ્યક્તિઓને ભૂલી જઈ ઇતિહાસની પુનરાવૃત્તિ કરે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું જરાય નથી. કારણ કે આ પ્રકારના શાંત કાર્યકર્તાઓએ જનતાની દૃષ્ટિ સમક્ષ પોતાની જાહેરાત કરવાની અથવા કરાવવાની તક શોધી નથી. આ યુગમાં તો “બોલે તેના બોર વેચાય.”

વિસમી સદીનાં પહેલાં બે દસકાઓમાં સાહિત્યની શાંત સેવા કરનાર એક વ્યક્તિ તે સ્વ. ભોગીન્દ્રરાવ દિવેટીયા. સ્વ. ભોગીન્દ્રરાવે ઈ. સ. ૧૯૦૭ થી ૧૯૧૭ સુધી–પોતાના જીવનના અંત સમય સુધી ઘણીય મનોરંજક નવલકથાઓ લખી. “મૃદુલા”, “ઉષાકાન્ત”, "મોહિની”, “તરલા” અને “આસીસ્ટન્ટ કલેક્ટર” આપણાં સામાજીક નવલકથાના ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન ભોગવે છે. આપણું સામાજીક નવલકથાનું ક્ષેત્ર હજીય સમૃદ્ધ થયું ન લેખાય. સ્વ. ગોર્વધનરામ ત્રિપાઠીના ગ્રંથમણિ પછી ઘણી જ થોડી સામાજીક નવલકથાઓ લખાઈ. ન્હાનાલાલયુગે તો ગગનસ્પર્શી ભાવનાયુક્ત કાવ્યો અને નાટક આપ્યાં, પણ સમાજનું તાદૃશ્ય પ્રતિબિંબ દર્શાવતી નવલકથાઓની હારમાળા તો સ્વ. ભોગીન્દ્રરાવે શરૂ કરી. સદ્દગત લેખક “બન્ધુસમાજ” ના એક ઉત્સાહી કાર્યકર્તા હતા; અને આ સમાજની મુખ્ય પ્રવૃત્તિ સ્ત્રી–કેળવણી અને તે દ્વારા સ્ત્રીઓની ઉન્નતિ સાધવાની હતી. આ શ્લાધ્ય કાર્યમાં સામાજીક નવલકથાના સાધનનો એમણે

બહુ જ સારી રીતે ઉપયોગ કર્યો છે. સમાજસેવાના ક્ષેત્રમાં સતત્ ઘૂમવાથી એમણે આપણી સામાજીક સમશ્યાઓનો સંપૂર્ણ અભ્યાસ કર્યો અને પોતાની એક એક નવલકથાદ્વારા સમાજને લગતા–ખાસ કરીને સ્ત્રીઓને લગતા–જ્વલંત પ્રશ્નોનો ઉકેલ કરવા સુંદર પ્રયત્ન કર્યો છે. સમાજશાસ્ત્રના એક ઉંડા અભ્યાસીને છાજે એવી રીતે પોતાની નવલકથાઓમાં એમણે કન્યાકેળવણી, વિધવાવિવાહ, સ્ત્રી–પુરૂષના સમાન હક્કો, સહશિક્ષણ અને લગ્નસંસ્થાને લગતા માર્મિક પ્રશ્નો ચર્ચ્યા છે.

પ્રસ્તુત નવલકથા “તરલા અથવા ઉર્મિનો આવેગ” પ્રથમ ઇ. સ. ૧૯૧૪ માં “સ્ત્રીબોધ” નાં પાનાંઓમાં કટકે કટકે પ્રકટ થઈ હતી. એમાં ચર્ચાયેલા પ્રશ્નો એટલા જીવંત છે, એની શૈલી એટલી સંસ્કારી પણ સાદી છે, અને એની વસ્તુગૂંથણી એટલી રસમય છે કે એ અભરાઈ પર માસિકની ફાઈલમાં પંદર પંદર વર્ષ સુધી શા કારણસર કોઈ પ્રકાશકને ન આકર્ષી શકી એ પણ એક કોયડો જ ! “સ્ત્રી-બોધ” ના ઉત્સાહી મંત્રી રા. જીવનલાલભાઈએ આવી ઉચ્ચ કોટીની નવલકથાને સ્થાયી સ્વરૂપ આપીને સદ્‌ગત લેખક પ્રત્યે પોતાની અચૂક ભક્તિ દાખવી છે.

“તરલા” ના મુખ્ય સ્ત્રીપાત્રો તરલા અને વીણા એટલે બુદ્ધિમત્તા અને સંસ્કારની મૂર્તિઓ અને ગુજરાતી અસ્મિતાના આધારસ્થંભો. તરલા ઉર્મિઓના પ્રબળ અને અસ્ખલિત રીતે વહેતા આવેગમાં ઘસડાઈ જાય છે પણ અંતે એનું ઉન્નત વ્યક્તિત્વ પ્રધાનપણે ખીલી નીકળે છે તેનું મુખ્ય કારણ એની ઉચ્ચ કેળવણી અને સંસ્કારો. લગ્નને બંધન માનનાર ભૂજંગ સાથે Trial Marriage, Companionate Marriage, તથા છુટાછેડાના ગહન પ્રશ્નો પર અસરકારક રીતે ચર્ચા કરી અને ભૂજંગને વશ થતી સહેજમાં બચી જાય છે તેનું કારણ શોધવું અઘરું નથી. હાર્દિક અને માનસિક યુદ્ધમાં મનનો વિજય થાય છે પણ આ વિજયનું મૂલ્ય આકરૂં આપવું પડે છે.

વીણાના પ્રવેશ સાથે Eternal Triangleનો સનાતન પ્રશ્ન વાચકને આકર્ષી રહે છે. વીણા તરલાની માફક સંસ્કારી યુવતી છે, પણ ઉર્મિના આવેગમાં ઘસડાઈ જવાને બદલે એ અવિરત આવેગને વિજયનાં સાધન તરીકે ઉપયોગ કરી શકે છે. પ્રખ્યાત નૉર્વેજીઅન નાટ્યકાર હેનરીક ઇબ્સેનની નોરાની માફક વીણા પણ ઢીંગલીપદની સામે પોતાનો પડકાર જાહેર કરે છે. નવયુગની નારીને યોગ્ય એવા ગૌરવથી એ કહે છે:—

“એ તો લીલા–તરલા એવી કે આટલી છૂટ આપ્યા પછી આમ થવા દે ! હજારવાર ગરજ હોય તો પરણે! હા, અમે પુરૂષોને ચાહવા બંધાયેલાં પણ એ અમને ચહાય તો જ. અમે કંઇ રમકડાં નથી કે એક નાખી દઈને બીજું લે.”

સ્વ∘ ભોગીન્દ્રરાવ પ્રથમ પંક્તિના લેખક અને “સાક્ષર” નહિ હોય પણ કલાકાર તો છે જ. એમની દૃષ્ટિ ભવિષ્યપર અવલંબી હતી અને એથી જ એમની કૃતિઓમાં વિસંવાદિતા આવતી નથી.

અંતમાં માસિકોની ફાઈલમાં છૂપાઈ રહેલાં એમનાં નવલ–રત્નોને કોઇ પ્રકાશક સત્વરે જાહેરમાં આણે એટલી જ આશા સાથે વિરમીશ.

મુંબઇ,
તા. ૯-૧૨-૧૯૨
શાંતિલાલ તોલાટ.
 




અનુક્રમણિકા.


વિભાગ પહેલો –
પ્રકરણ. પૃષ્ઠ
૧ લું નાના પત્રે મચાવેલી ધમાલ.
૨ જું તાર.
૩ જું રીસ.
૪ થું અરવિન્દ. ૧૨
૫ મું લીલા. ૧૫
૬ ઠું મેદાનીયા. ૧૭
૭ મું હોટલમાં. ૨૦
૮ મું આ કે તે? ૨૫
૯ મું બે હરીફ. ૩૦
૧૦ મું ભૂજંગલાલ. ૩૪
૧૧ મું સ્ટેશન ઉપર. ૩૮
૧૨ મું નણંદ ભોજાઈ. ૪૫
૧૩ મું લીલા અને તરલા. ૫૩
૧૪ મું તરલા અને ભૂજંગલાલ. ૫૬
૧૫ મું પાર્ટી. ૫૯
૧૬ મું અરવિન્દ પાછો ઘેર. ૬૫
૧૭ મું તરલાની પાછળ
લાગેલો સાપ.
૬૮
૧૮ મું સુરતમાં તરલા. ૭૩
વિભાગ બીજો –
૧ લું હવાફેર. ૭૬
૨ જું શરણગાર ભાભીને ત્યાં. ૮૦

૩ જું સુમન અને તરલા. ૮૯
૪ થું લોકચર્ચા. ૯૭
૫ મું વસન્ત અને અરવિન્દ. ૧૦૫
૬ ઠું તરલાની મુંઝવણ. ૧૦૯
૭ મું ચંદા અને તરલા. ૧૧૬
૮ મું શરતમાં. ૧૨૧
૯ મું ગાડીમાં. ૧૨૯
૧૦ મું એકલાં. ૧૩૩
૧૧ મું હું શું સાંભળું છું? ૧૩૯
૧૨ મું વીણા. ૧૪૪
૧૩ મું ભૂજંગલાલને ત્યાં. ૧૫૨
૧૪ મું ભૂજંગની વીણા કે વીણાનો ભૂજંગ? ૧૬૨
૧૫ મું કાયદો, ન્યાત કે આપઘાત? ૧૭૨
૧૬ મું ચર્ચગેટનું સ્ટેશન. ૧૮૦
૧૭ મું અરવિન્દ અને લીલા. ૧૮૩
૧૮ મું મંડળ મલ્યું. ૧૮૯
૧૯ મું ઘણે વખતે. ૧૯૬
૨૦ મું તરલા મુંબઈમાં. ૨૦૩
૨૧ મું સુરતમાં. ૨૦૯
૨૨ મું સુમનની તપાસ. ૨૦૧૩
૨૩ મું મરણ પથારી. ૨૨૧
૨૪ મું લગ્ન. ૨૨૭
૨૫ મું ગામતરફ. ૨૩૨
૨૬ મું ગૃહજીવન. ૨૩૬

૨૭ મું જુગલભાઈ. ૨૪૩
૨૮ મું હોટલમાં. ૨૫૧
૨૯ મું ગભરાયેલો ભૂજંગ. ૨૫૭
૩૦ મું સ્ટેશન ઉપર. ૨૬૪
૩૧ મું સુમન અને ભૂજંગ. ૨૭૦

૩૨ મું વીણા અને ભૂજંગ. ૨૭૬
૩૩ મું તરલા અને સુમન. ૨૮૭
૩૪ મું શાન્ત કુટુંબ. ૨૮૮
૩૫ મું લગ્ન પછી. ૨૯૦




Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.