તારા ધીમા ધીમા આવો

વિકિસ્રોતમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

તારા ધીમા ધીમા આવો,
તારા રમવાને આવો.
તારા રૂપાગેડી લાવો
તારા ધીમા ધીમા આવો,

તારા સંભાળીને આવો,
તારા એક પછી એક આવો
તારા છાનામાના આવો,
તારા ધીમા ધીમા આવો,

તારા ચાંદા સાથે આવો
તારા થાકો ત્યારે જાઓ,
તારા ધીમા ધીમા આવો.