તૂટ્યો મ્હારો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
તૂટ્યો મ્હારો
કેશવલાલ ભટ્ટ


<poem> તૂટ્યો મ્હારો તંબૂરાનો તાર, ભજન અધૂરું રે, રહ્યું ભગવાનનું....

એક તૂટ્યા બીજા રે તાર અસાર છે, જીવાળીમાં નહિ હવે જીવ જી: પાસ પડ્યા પોચા રે નખલિયું નામનું.... તૂટ્યો મ્હારો....

તરડ પડી છે રે બાતલ તુંબડે, લાગે નહીં ફૂટી જતાં વાર જી: ખૂંટીને ખેંચાવું રે કાંઈ ન કામનું... તૂટ્યો મ્હારો....

સ્વર મેળવિયે શેમાં રે તાલ બેતાલ છે, ઢોલકમાં પણ કાંઈ ન ઢંગ જી: બંધ થયું છે બારું રે હરિરસ પાનનું... તૂટ્યો મ્હારો....

ખર્ચી હવે ખૂટી રે બૂટી અહ્વે બીજી નથી, હરિ હવે ઝાલો તમે હાથ જી: કહું છું કામ ન મ્હારે ધનજનધામનું... તૂટ્યો મ્હારો....

કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે, વાણી મન પાછાં વળી જાય છે: બલ ચાલે નહિ એમામ્રે મહા બલવાનનું... તૂટ્યો મ્હારો....