લખાણ પર જાઓ

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પરિશિષ્ટ ૧

વિકિસ્રોતમાંથી
← ઉપસંહાર દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
પરિશિષ્ટ ૧
મોહનદાસ કરમચંદ ગાંધી
પરિશિષ્ટ ૨ →


એ દિનથી તે ઑફિસ ટ્રાન્સવાલમાં ચાર મહિના સુધી ગામેગામ ફરી. પણ લગભગ બધી જગ્યાએથી તેનો બહિષ્કાર થયો. ૮,૦૦૦ જેટલી વસ્તીમાંથી આશરે ૪૦૦થી ઓછા રજિસ્ટર થયા. આ મુદત પછી પકડાપકડી શરૂ થઈ.
१८ सप्टेम्बर – માનનીય ગોખલેજી તરફથી એસોસિયેશનને આ પ્રમાણે તાર મળ્યો : તમારી લડત હું બરાબર જોયા કરું છું. ચિંતાતુર રીતે તેમાં મન પરોવાઈ રહ્યું છે. અત્યંત દિલસોજી બતાવું છું. લડતની તારીફ કરું છું. ઈશ્વરઈચ્છા ઉપર દઢતાથી આધાર રાખજે.
२५ ऑक्टोबर– ખૂની કાયદાની સામે ટ્રાન્સવાલના સાત કે આઠ હજાર હિંદીઓમાંથી, ૪,પર ર સહીની એક મોટી અરજી એસોસિયેશન તરફથી સરકારને મોકલવામાં આવી.
३ नवेम्बर – રજિસ્ટ્રેશનની અરજીઓ લેવાનું બંધ થયું.
११ नवेम्बर- સત્યાગ્રહીઓની પકડાપકડી પ્રથમ શરૂ થઈ.
२७ डिसेम्बर- ગાંધીજીને કોર્ટમાં હાજર થવાની ચેતવણી મળી.
२८ डिसेम्बर– જોહાનિસબર્ગમાં મિ. જૉર્ડને ગાંધીજીને ૪૮ કલાકમાં ટ્રાન્સવાલ છોડવાનો હુકમ કર્યો.

૧૯૦૮

१० जान्युआरी – જોહાનિસબર્ગમાં મિ. જેડને ગાંધીજીને બે માસની અાસાન કેદની સજા કરી.
३० जान्युआरी – સત્યાગ્રહી કેદીઓને છોડચા. ટ્રાન્સવાલ સરકારે હિંદીઓની મરજિયાત રજિસ્ટર થવાની માગણી સ્વીકારી અને ખૂની કાયદો રદ કરવાનું વચન આપ્યું.
१० फेब्रुआरी – ગાંધીજી, શ્રી થંબી નાયડુ અને બીજા કેટલાક રજિસ્ટર અૉફિસે જતા હતા તેવામાં ગાંધીજી ઉપર માર પડચો.
२४ जून – સરકારે ખૂની કાયદો રદ કરવાની ના પાડી તેથી સત્યાગ્રહની લડત ફરી શરૂ થઈ. શ્રી સોરાબજી પ્રથમ નાતાલમાંથી ટ્રાન્સવાલમાં દાખલ થયા અને ર૦મી જુલાઈએ તેમને વૉલક્રસ્ટનના મેજિસ્ટ્રેટે એક માસની જેલની સજા કરી.
१२ जुलाई – આશરે બે હજાર જેટલાં મરજિયાત રજિસ્ટરો જોહાનિસબર્ગની જાહેર સભામાં બાળવામાં આવ્યાં.
२२ जुलाई – રોડેશિયામાં થયેલા સખત એશિયાટિક કાયદાને રાજાની મંજૂરી નથી આપી શકાતી એવો વડી સરકારનો તાર લૉર્ડ સેલબોર્ન ઉપર આવ્યો.
२२ ऑगस्ट – મરજિયાત રજિસ્ટરને કાયદેસર ગણવાનો તથા બીજા હિંદીઓને રજિસ્ટર કરવા બાબતનો કાયદો ટ્રાન્સવાલ પાર્લમેન્ટમાં બંને હાઉસમાંથી પસાર થયો.
३० ऑगस्ट – પ્રિટોરિયાની જાહેર સભામાં બીજા ૨૦૦ જેટલા મરજિયાત પરવાના બાળ્યા.
७ सप्टेमबर – ગાંધીજી વૉલક્રસ્ટમાં પકડાયા અને એક અઠવાડિયા પછી કેસ ચાલ્યો તેમાં તેમને બે માસની સખત મજૂરીની જેલ મળી.
९ नवेम्बर – આજથી પાંચ દિવસમાં રર૭ હિંદીઓ જેલમાં ગયા હતા. તેમાં ઘણા તો હિંદુ તથા મુસલમાન વેપારી હતા. આ સંખ્યામાં ૬૪ જોહાનિસબર્ગના, ૯૭ જર્મિસ્ટનના અને ૬૦ પ્રિટોરિયાના હતા.
१४ नवेम्बर – આ અઠવાડિયામાં રર૭ હિંદીઓ જેલમાં ગયા. હતા. આ સંખ્યામાં ૬૪ જોહાનિસબર્ગ, ૯૭ જર્મિસ્ટન, ૬૦ પ્રિટોરિયા અને ૬ બીજી જગ્યાએથી હતા.
१७ नवेम्बर – પ૩ તામિલો ફેરી કરતાં પકડાયા અને તેમને સાત દિવસની જેલ મળી.
२२ नवेम्बर – કલકત્તામાં મિ. અબ્દુલ જબરના પ્રમુખપણા નીચે સત્યાગ્રહીઓ તરફ દિલસોજી બતાવવાને એક મહાસભા મળી.
१३ डिसेम्बर – ગાંધીજી બે માસની બીજી વખતની જેલ પૂરી કરી છૂટયા.

૧૯૦૯

९ जान्यूआरी – ડરબનમાં मरक्युरीના પ્રતિનિધિએ ગાંધીજીની મુલાકાત લીધી. તેમાં તેમણે જણાવ્યું કે ટ્રાન્સવાલમાં લગભગ બે હજાર હિંદી જેલ જઈ આવ્યા છે. १५ जान्युआरी – ગાંધીજી નાતાલથી વૉલક્રસ્ટ જતાં ત્રીજી વાર પકડાયા. થોડાં અઠવાડિયાં પછી કેસ ચાલ્યો તેમાં ત્રણ માસની સજા મળી. તે જ દિવસે હમીદિયા સોસાયટીના ઉપપ્રમુખ શ્રી ઉમરજી સાલે, જેમની ઉંમર ૬૫ વર્ષની હતી તેમને તથા મિ. ડેવિડ અર્નેસ્ટ વગેરે જાણીતા હિંદીઓને ત્રણ ત્રણ માસની સજા થઈ.
२९ जान्युआरी – ક્રૂગર્સડોર્પમાં ખોલવડ કૉન્ફરન્સ મળી, તેણે કોઈ પણ જાતનાં લાઈસન્સ નહીં કઢાવવાનો અને દુકાનો સંકેલી ફેરી કરી જેલ જવાનો ઠરાવ કર્યો.
६ फेब्रुआरी – ટ્રાન્સવાલની મિ. હૉસ્કેનની કમિટીએ હિંદીઓને રાહત આપવાની બાબતનો લંડન टाईम्सને કાગળ લખ્યો.
१० फेब्रुआरी – રોડેશિયાનો સરકારી કાયદો વડી સરકારે નામંજૂર કર્યો.
१२ फेब्रुआरी – પારસી રુસ્તમજી અને બીજા કેટલાકને છ છ માસની જેલ મળી.
६ मार्च – બૉક્સબર્ગ, નૉરવુડ, બ્લૂમફ્રોન્ટીન, બાર્બરટન, ક્રૂગર્સડોર્પમાં લોકેશનો સ્થાપવાની હિલચાલ ગોરાઓએ ઉપાડી.
१० मार्च – ડેલાગોઆ બેને રસ્તે સત્યાગ્રહી કેદીઓને દેશપાર કરી હિંદુસ્તાન મોકલી દેવાનું શરૂ થયું.
१२ मार्च – પ્રિટોરિયામાં મિસિસ પિલ્લેના કેસમાં ગાંધીજીને હાથમાં હાથકડી નાખીને કોરટમાં લઈ જવામાં આવ્યા.
४ एप्रिल – તા. ૧૪ સપ્ટેમ્બરથી તા. ૧૭ માર્ચ સુધીમાં થયેલાં લખાણ વગેરેની બલ્યુ બુક વડી સરકારે બહાર પાડી.
३० एप्रिल – શ્રી કાછલિયા અને બીજા અઢાર સત્યાગ્રહીઓ જેલ પૂરી કરી છૂટચા.
४ मे – સત્યાગ્રહી હિંદીઓને જેલમાં ધી આપવા માંડયું.
२४ मे – ગાંધીજીને ત્રીજી વખત ત્રણ માસની જેલ મળી.
७ जून – જર્મિસ્ટનમાં ગોરાઓની લિટરરી અને ડિબેટિંગ સોસાયટીમાં ગાંધીજીએ 'સત્યાગ્રહની નીતિ' એ વિષય ઉપર જાણવા લાયક ભાષણ આપ્યું.
१६ जून – જોહાનિસબર્ગની જાહેર સભામાં શ્રી એ. એમ. કાછલિયા, શ્રી હાજી હબીબ, શ્રી વી. એ. ચેટિયાર, અને ગાંધીજીને વિલાયત તથા શ્રી એમ. એ. કામા, શ્રી એન. જી. નાયડુ, શ્રી ઈ. એસ. કુવાડિયા અને એચ. એસ. પોલાકને હિંદુસ્તાન મોકલવાનો ઠરાવ થયો. આ ડેપ્યુટેશન રવાના થતાં અગાઉ શ્રી કાછલિયા, શ્રી કુવાડિયા, શ્રી કામા તથા શ્રી ચેટિયારને પકડવામાં આવ્યા.
४ जुलाई – જોહાનિસબર્ગની જેલમાંથી છૂટયા પછી જેલમાં ભોગવેલી હાડમારીઓને લઈને નાગાપન મરણ પામ્યો.
१६ जुलाई – સ્ટીમર મુઝફરીમાં ચૌદ હિંદીઓને દેશપાર કીધા.
१ सप्टेमबर – મુંબઈના શેરીફે દક્ષિણ આફ્રિકાની લડત ઉપર ચર્ચા કરવાને જાહેર સભા બોલાવી હતી તેને મુંબઈ સરકારે બંધ રખાવી. અા સભા તેર દિવસ પછી મળી હતી.
१६ सप्टेम्बर – વિલાયતમાં ટ્રાન્સવાલના ડેપ્યુટેશને લોર્ડ ક્રૂની મુલાકાત લીધી.
१३ नवेम्बर – વિલાયત ગયેલું હિંદી ડેપ્યુટેશન સ્ટીમર કિલડૉનન કેસલમાં રવાના થયું.
१ डिसेम्बर – હિંદુસ્તાનમાં શ્રી રતન તાતાએ રૂપિયા પચીસ હજારની રકમ ભરી હતી તે જાહેર થયું.

૧૯૧૦

२५ फेब्रुआरी – હિંદી વડી ધારાસભામાં ગોખલેજીનો ગિરમીટ બંધ કરવાનો ઠરાવ પસાર થયો.
१ जून - દક્ષિણ આફ્રિકાનું યુનિયન થયું. તે જ દિવસે શ્રી સોરાબજી શાપુરજી અડાજણિયા સાતમી વખત પકડાયા.
४ जून – મિ. કૅલનબૅકે સત્યાગ્રહીઓને રહેવા માટે લૉલીમાં પોતાનું ફાર્મ આપ્યું.
१३ जून- છવ્વીસ સત્યાગ્રહીઓ હિંદુસ્તાનથી સ્ટીમર પ્રેસિડન્ટ મારફતે પાછા આવ્યા.
२६ जुलाई – પોર્ટુગીઝ સરકારની મદદ લઈ હિંદીઓને દેશપાર કરવામાં આવેલી તેની સામે લોર્ડ ઍમ્પ્ટહીલે ઉમરાવની સભામાં ભારે ચર્ચા કરી.
३० जुलाई – હિંદી બાળકો કે જે આજ સુધી ઉમરે પહોંચે ત્યારે રજિસ્ટર થઈ શકતાં તેમને ૧૯૦૮નો કાયદો થયા પછી ઉંમરે પહોંચતાં પણ રજિસ્ટર કરવાની ના પાડવામાં આવી.
२२ ऑगस्ट –છોટાભાઈના દીકરાનો પ્રખ્યાત ટેસ્ટ કેસ જોહાનિસબર્ગની કોર્ટમાં શરૂ થયો, તેમાં છેવટે છોટાભાઈને જીત મળી.
२८ सप्टेम्बर – હિંદી દેશપાર પંચાસી સત્યાગ્રહીઓ સાથે મિ. પોલાક ડારબન અાવ્યા.
१६ ऑक्टोबर –મરહૂમ નારાયણસ્વામી 'ગર્ટરૂડ વુમન'માં દેશથી પાછા આવતાં ડેલાગોઆ બેમાં મરણ પામ્યા.

૧૯૧૧

२५ फेब्रुआरी – યુનિયન ગેઝેટમાં ઇમિગ્રેશન રિસ્ટ્રિક્શન બિલ બહાર પાડયું.
२५ एप्रिल – તે બિલ ચાલુ પાર્લમેન્ટમાં પડતું મુકાયું.
२० मे – શરતી સમાધાની થઈ અને સત્યાગ્રહની લડત ફરી મુલતવી રહી.
[ત્યાર પછી લગભગ બે વર્ષ સુધી કાંઈક શાંતિ રહી, અને ફરી ૧૯૧૩માં ચોંકાવનારા બનાવ બન્યા તેની વિગત નીચે મુજબ છે : ]

૧૯૧૩

२२ मार्च – હિંદી ધર્મ ઉપર હુમલો. જસ્ટિસ સર્લે ચુકાદો આપ્યો જેમાં મુસલમાની શરે મુજબ પરણેલ બાઈ મરિયમનાં તેના ધણી સાથેનાં લગ્ન ગેરકાયદે ઠરાવ્યાં.
३ एप्रिल - નવું ઇમિગ્રેશન બિલ યુનિયન ગેઝેટમાં બહાર પડયું.
३ मे – જોહાનિસબર્ગની જાહેર સભામાં સત્યાગ્રહ શરૂ કરવાનો ઠરાવ થયો. એ જ અઠવાડિયામાં સ્ત્રીઓ તરફથી પણ એવો ઠરાવ મુલકી પ્રધાનને મોકલાવ્યો હતો. २४ मे – ગાંધીજી અને મિ. ફિશર (મુલકી પ્રધાન) વચ્ચે ૩૦ એપ્રિલથી થયેલો પત્રવ્યવહાર બહાર પડયો.
७ जून – ઉપલા પત્રવ્યવહારનો વધુ ભાગ પ્રગટ થયો.
२१ जून – ઇમિગ્રેશન કાયદાને રાજાની મંજૂરી મળી ગઈ.
१५ जुलाई – નવા કાયદાના ધારા યુનિયન ગેઝેટમાં પ્રગટ થયા.
१ ऑगस्ट – નવા કાયદાની રૂએ ત્રણે કૉલોનીમાં અપીલ બોર્ડ નિમાયાં. આ બોર્ડમાં ઇમિગ્રેશન અમલદારો પણ એક એક મેમ્બરો હતા.
१३ सप्टेम्बर - સત્યાગ્રહની શરૂઆત. સરકાર અને ગાંધીજી વચ્ચેનો બધા અગત્યના મુદ્દાવાળો પત્રવ્યવહાર છપાયો.
२२ सप्टेम्बरથી १५ ऑक्टोबर – નાતાલ તેમ જ ટ્રાન્સવાલમાંથી સંખ્યાબંધ સત્યાગ્રહી સ્ત્રીપુરુષો ફેરી ફરી અથવા સરહદ ઓળંગી પકડાયાં અને જેલ ગયાં.

१६ ऑक्टोबर– ન્યૂકેસલમાંથી ત્રણ પાઉંડના કર સામે હડતાળ શરૂ થઈ અને બધે ફેલાઈ.
६ नवेम्बर – ગાંધીજી હડતાળિયા સાથે ટ્રાન્સવાલમાં દાખલ થયા.
११ नवेम्बर – ગાંધીજીને ડંડીમાં નવ માસની સજા થઈ.
२८ नवेम्बर – હિંદના વાઈસરૉયનું ભાષણ.
११ डिसेम्बर – કમિશન નિમાયું.
१२ डिसेम्बर –ગાંધીજી, મિ. કૅલનબૅક તથા મિ. પોલાકને છોડયા.

૧૯૧૪

१६ फेब्रुआरी - સમાધાની મુજબ યુનિયનની જેલોમાંથી બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકયા.
१८ मार्च – કમિશનનો રિપોર્ટ બહાર પડયો.
३ जून –રિલીફ બિલ બહાર પડયું.
३० जून– છેવટની સમાધાની થઈ.
२० जुलाई - ૪૫ વર્ષની ઉંમરે ગાંધીજીએ કસ્તૂરબા અને કૅલનબૅક સાથે વિલાયત જવા હંમેશ માટે દક્ષિણ આફ્રિકા છોડયું.