દરશન આપો રે હવે દીનબંધુ

વિકિસ્રોતમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
દરશન આપો રે હવે દીનબંધુ
પ્રેમાનંદ સ્વામીદરશન આપો રે, હવે દીનબંધુ કરુણા કરી... ટેક

વદનકમળ દેખાડો અલબેલડા,
  હેરો અમૃત નજરે ભરી... દરશન ૧

દરશન વિના પળ જુગ સમ જાય છે,
  દી રાત જાયે રોતાં હરિ... દરશન ૨

દરશન દાને કરી દુઃખડાં રે ટાળો,
  દયાળુ દયા દિલમાં ધરી... દરશન ૩

પ્રેમાનંદ કહે જોઈ મુખ પંકજ,
  લટકાં ઉપર હું જાઉં મરી... દરશન ૪