દ્વિરેફની વાતો – ભાગ બીજો/મેહફિલે ફેસાનેગુયાન : સભા ચોથી
← કોદર | દ્વિરેફની વાતો – ભાગ બીજો મેહફિલે ફેસાનેગુયાન : સભા ચોથી રામનારાયણ પાઠક |
બે મિત્રોની વાર્તા → |
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદમંડળ
સભા ચોથી[૧]
“મેં કહ્યું : કેમ ધીરુબહેન મને એકદમ બોલાવ્યો.
ધીરુબહેન : પ્રમીલાબહેને એમની પાસેથી ‘બે મિત્રોની વાર્તા’ મેળવી છે તે હવે જલદી મેહફિલ ભરીને વંચાવી નાંખવા માટે.
મેં કહ્યું : પણ તેમાં ઉતાવળ શી આટલી બધી ?
પ્રમીલા : અરે બે વાર લખીને એ રદ કરી ત્રીજી વાર લખવા જતા હતા ! મેં ઝૂંટવી લીધી ન હોત તો એ એમને એમ લખ્યા જ કરત અને એ મિત્રોની વાર્તા આપણને કદી મળત જ નહિ.
મેં કહ્યું : એ તમે ઠીક કહ્યું બહેન ! એમની વાર્તા વાંચ્યા પણ પહેલાં એટલી ટીકા તો અત્યારે જ કરી લઉં, કે એ વાર્તાનું સ્વરૂપ તેના વક્તવ્યને અનુકૂળ હજી કલાકાર ઘડી શક્યો નથી.
ધનુભાઈ : એમ કહેશો ત્યારે જોઈ લેવાશે. અને સ્વરૂપ બદલાવીને મારે બગાડવું જ હોય એમ કેમ ન બને ?
મેં કહ્યું : એક વાર વાંચો પછી જોઈ લેવાશે કે એવો બચાવ કેવોક ચાલે છે.
ધનુભાઈ : ભલે ત્યારે, અને હું વાંચું તે દરમિયાન પણ કોઈ બોલે નહિ.
ધીરુબહેન : ભલે ! ચાલો વાંચો.
ધનુભાઈએ વાર્તા વાંચવી શરૂ કરી.
- ↑ આ ચોથી સભાને મેહફિલની પહેલી સભામાં કહેલી ‘વારતા’ અને તે ઉપર ચાલેલી ચર્ચા સાથે નિકટ સંબંધ છે. પૃ. ૯૮ થી ૧૦૭