ધન્ય દુર્ગનગર શેરીએ શેરીએ
ધન્ય દુર્ગનગર શેરીએ શેરીએ પ્રેમાનંદ સ્વામી |
પદ ૭૩૧ મું
ધન્ય દુર્ગનગર શેરીએ શેરીએ વિચર્યા સહજાનંદજી,
ધન્ય ઉન્મત્તગંગ ખળખળીએ નિત્ય નહાતા આનંદકંદજી...
ધન ધન ગઢપુરની ધરણીને, ::ધન નરનારીની કરણીને,
હેતે નીરખ્યા સહજાનંદ વર્ણીને... ૧
ધન્ય ધન્ય ધરણી લક્ષ્મીવાડી, ::વ્હાલો ઘોડે બેસીને જાતા દહાડી,
ત્યાં જોયા જીવન મેવા જમાડી... ૨
ધન્ય ઉત્તમના પરીવારને, ::જેણે રાજી કર્યા કરતારને,
વાર્યું હરિ પર લઈ ઘરબારને... ૩
ધન્ય ધન્ય ભોમ રાધા વાવ તણી, ત્યાં જાતા વ્હાલો અતિ બની રે ઠાણી,
પોતે ખોદાવી કરી પ્રીત ઘણી... ૪
નહાવા જાતા નારાયણ હૃદને ઘાટે, ::રથ હાંકતા હરિવર એ વાટે,
પ્રેમાનંદ કે' સંભારતા હૈયે ફાટે... ૫
અન્ય સંસ્કરણ
[ફેરફાર કરો]ધન્ય દુર્ગનગર શેરીએ શેરીએ વિચર્યા સહજાનંદજી,
ધન્ય ઉન્મત્તગંગ ખળખળીએ નિત્ય નહાતા આનંદકંદજી...
ધન ધન ગઢપુરની ધરણીને,
ધન નરનારીની કરણીને,
હેતે નીરખ્યા સહજાનંદ વર્ણીને... ૧
ધન્ય ધન્ય ધરણી લક્ષ્મીવાડી,
વ્હાલો ઘોડે બેસીને જાતા દહાડી,
ત્યાં જોયા જીવન મેવા જમાડી... ૨
ધન્ય ઉત્તમના પરીવારને,
જેણે રાજી કર્યા કરતારને,
વાર્યું હરિ પર લઈ ઘરબારને... ૩
ધન્ય ધન્ય ભોમ રાધા વાવ તણી,
ત્યાં જાતા વ્હાલો અતિ બની રે ઠાણી,
પોતે ખોદાવી કરી પ્રીત ઘણી... ૪
નહાવા જાતા નારાયણ હૃદને ઘાટે,
રથ હાંકતા હરિવર એ વાટે,
પ્રેમાનંદ કે' સંભારતા હૈયે ફાટે... ૫