ધન્ય ધન્ય મારા મનને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ધન્ય ધન્ય મારા મનને
પ્રેમાનંદ સ્વામી



ધન્ય ધન્ય મારા મનને, સ્વામીને સંભારે;
અસત્ય આકારને પરહરી, સત્ય રૂપને ધારે ટેક

મન રે વાણી પહોંચે નહીં, નિગમ નવ જાણે;
તે મૂરતિના અંગને, ચિતવી ઉર આણે... ૧

ઘૂંટણ શ્રી મહારાજના, પિંડી ઘૂંટી ને પાની;
ફણાને આંગળિયું નખ સહિત, નીરખે ભાગ્ય માની... ૨

જમણા અંગૂઠાના નખમાં, ચિહ્ન રાખું સંભારી;
અરુણ તળામાં ઓપી રહી, ઊર્ધ્વરેખા છે પ્યારી... ૩

સોળે ચિહ્ન શોભી રહ્યાં, તળામાંઈ વિશેખે;
અવર કવિ ક્યાંથી વરણવે, પ્રેમાનંદ નિત દેખે... ૪