ધન્ય ધન્ય રસના માયરી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ધન્ય ધન્ય રસના માયરી પ્રેમાનંદ સ્વામી |
ધન્ય ધન્ય રસના માયરી, વર્ણવે રૂપ હરિનું;
આવાગમન એણે મટે, દુઃખ જમની પુરીનું ટેક
સંભારતાં સુખ ઊપજે, હરિના નખશિખ અંગ;
આનંદ નિધિ સુખ ઊપજે, ચડે ચોગણો રંગ... ૧
ભુજા જુગલ જગદીશની, શોભે શોભાધામ;
ચિહ્ન સહિત સંભારતાં, નવ વ્યાપે કામ... ૨
ત્રિવળી સહિત શોભે ઘણું, ઉદર અતિ સુખકારી;
ઊંડી નાભિ સંભારતાં, સુખ થાયે છે ભારી... ૩
કટિ સુંદર શ્રી કૃષ્ણની, શોભા સાથળ કેરી;
પ્રેમાનંદ કે' સંભારતાં, નાશે અધર્મ વેરી... ૪