ધર્મકુંવર ઘનશ્યામજી મારા પ્રાણ
Appearance
ધર્મકુંવર ઘનશ્યામજી મારા પ્રાણ પ્રેમાનંદ સ્વામી |
ધર્મકુંવર ઘનશ્યામજી મારા પ્રાણ
ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણ તણા આધાર;
નિમખ ન મેલું વેગળા, મારા હૈડાના હાર ટેક
જીવું છું જીવન જોઈને, નેણુંના શણગાર;
જીવત સુખ મારું માવ પર, વારું વારંવાર... ૧
રૂપ શીલ ઉદારતા, ગંભીર ગુણધામ;
મૂર્તિ તમારી માવજી, ભક્ત પૂરણકામ... ૨
ભાગ્ય મારાં શું રે વર્ણવું, કહ્યામાં નાવે;
મુનિવરને મોંઘા ઘણાં, તે ભેટ્યાં મુને ભાવે... ૩
અનેક જનમને આદરે, આંખડી આગે;
આ ઊભા અલબેલડો, પ્રેમાનંદ પાય લાગે... ૪